Abtak Media Google News

સામાન્ય લોકોને પણ ‘અવકાશી સફર’ કરાવવાનું એલન મસ્કનું મિશન ‘ઈન્સપીરેશન-૪’ ૨૦૨૧ના અંત સુધીમાં લોન્ચ

પૃથ્વીથી અંતરીક્ષમાં જવા ત્રણ વ્યકિતઓ સાથે દરરોજ ફલાઈટ ઉપડશે

ચાંદ, તારલા સહિત અન્ય ગ્રહોનો અનુભવ કરવાની આ સફર માટે રૂ.૧૪૦૦ કરોડનું ભાડુ ચુકવવું પડશે

સ્પેસ એકસ ફલાઈટમાં ત્રણ કલાક પૃથ્વીની પરિક્રમા કરાવાશે

આ લેકે ચલુ તુજ કો ‘અંતરીક્ષ’મેં… અવકાશમાં ‘ઉડવાનું’ તમારૂ પણ સ્વપ્ન છે ?? તો થઈ જાઓ, હવે, તૈયાર કારણ કે, હવે, પૃથ્વી પરથી અન્ય ગ્રહ પર જવા દરરોજ ફલાઈટ ઉપડશે. જી,હા… ‘આમ આદમી’ને પણ અંતરીક્ષની યાત્રા માણવાનો અવસર ઉપલબ્ધ થશે. અમેરિકાના અરબોપતિ અને સ્પેસ એકસ કંપનીનાં માલિક એલન મસ્કે સ્પેસએકસ ફલાઈટ તૈયાર કરી છે. જેના દ્વારા દરરોજ ત્રણ વ્યકિતઓને અંતરીક્ષની મુસાફરી કરાવાશે.

એલન મસ્કે જણાવ્યું છેકે, વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં અંતરીક્ષમાં ઓલ કોમર્શિયલ એસ્ટ્રોનોટ ક્રુને મોકલી દેવાશે. આ સમગ્ર અભિયાનના સંચાલક અમેરિકી ઉદ્યોગપતિ જેરેડ ઈસાકમેન રહેશે. જેરેન ઈસાકમેનની સાથે સ્પેસ એકસના ક્રું ડ્રેગન કેપ્સુલમાં સવાર થઈ અંતરીક્ષની યાત્રા પર નીકળનારા ૩ વ્યકિતઓની ટુંક સમયમાં જ જાહેરાત થશે આ અવકાશી સફરમાં યાત્રીઓને ૯૦ મિનિટ (૩ કલાક) સુધી પૃથ્વીની પરિક્રમા કરાવાશે અને અંતરીક્ષ યાન પૃથ્વી પર પરત ફણી પાણીમાંમાં જ લેન્ડ કરશે.

210201 Isaacman

માત્ર વિચાર કરી જ અનુમાન લગાવી શકાય કે, આ અવકાશી સફર કેટલી અદભૂત હશે. પરંતુ આ સફર માટેનો ચાર્જ સાંભળી તમને બે મિનિટ માટે શોક જરૂર લાગશે. જી હા, અંતરીક્ષની યાત્રા માણવા માટે સૌ પ્રથમ તમારે ૨૦૦ મીલીયન ડોલર એટલે કે ૧૪૦૦ કરોડ રૂપયા ચૂકવવા પડશે.

૩૭ વર્ષીય જેરેડ ઈસાકમેને કહ્યું કે, આગામી ડિસેમ્બર સુધીમાં પ્રથમ ખાનગી ધોરણે અંતરીક્ષયાન અવકાશ તરફ ઉપડશે જેમાં ત્રણ વ્યકિતઓ હશે જેમાંથી એક હેલ્થ વર્કર જયુડનો સમાવેશ છે જણાવી દઈએ કે, એલન મસ્કની કંપની સ્પેસ એકસના આ રોમાંચક અભિયાનને ‘ઈન્સ્પીરેશન-૪’નામ અપાયું છે. જેના અંગે એલન મસ્કે જણાવ્યું કે, ઈન્સપીરેશન ૪નું સંચાલન અને તે કાર્યરત થવું તે એક મોટા સપનાના સાકાર થવા સમાન છે. અને ભવિષ્યની તરફ ભરાયેલું એક મોટુ પગલું છે. જેમા કોઈપણ વ્યકિત અંતરીક્ષમાં જઈ ચાંદ, તારા અને અન્ય ગ્રહોનો રોમાંચિત અનુભવ કરી શકે છે. આજે હું આજથી ૫૦-૧૦૦ વર્ષ પછીના સમયમાં જીવવા ઈચ્છું છું ૫૦-૧૦૦ વર્ષ પછીનો અનુભવ આજે માણવા ઈચ્છુ છું કે જયાં લોકો રોકેટમાં ઠેકડા મારી રહ્યા હોય કુટુંબીજનો સાથે બધા લોકો ચાંદની આસપાસ ફરી રહ્યા હોય, બાળકો ઉછળકુદ કરી રહ્યા હોય આજે આ બાબત એક સપનાં સમાન જ છે. જેને આગામી ટુંકાગાળામાં ખરી સાબિત કરી ૫૦ થી ૧૦૦ વર્ષ આગળ ચાલવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.