Abtak Media Google News
  • ભારતની સૌથી પ્રાચિન ભાષા સંસ્કૃત સાથે ગુગલે આસામી, મૈથીલી, કોંકણી, મિઝો, ડોગરી, ભોજપુરી જેવી ભાષાનો સમાવેશ કર્યો
  • સંસ્કૃત  ભાષા આદિકાળની સૌથી ચોખ્ખી અને પરફેકટ ભાષા છે: ગુગલને પણ અંતે તેમનું મહત્વ સમજાયું છે

ભારતની આદિકાળની સૌથી ચોખ્ખી અને પરફેકટ ભાષા સંસ્કૃત છે, દેવોની ભાષા પણ સંસ્કૃત હતી. આ ભાષા દુનિયાની સૌથી પરફેકટ ભાષા હોવાથી કોમ્પ્યુટર માટે સૌથી ઉત્તમ ગણાય છે. ગુગલને પણ અંતે તેનું મહત્વ સમજાતા તેને તેના પ્લેટ ફોર્મ ઉપર એડ કરી છે.

ગુગલે અનુવાદમાં સંસ્કૃત સાથે આસામી, મૈથિલી, કોકણી, મિઝો, ડોગરી અને ભોજપુરીનો ઉમેરો કર્યો છે. ગુગલ રિસર્ચના જણાવ્યા અનુસાર સંસ્કૃતએ વિશ્ર્વની નંબર વન છે. ગુગલને સૌથી વધુ સજેસન અને રિકવેસ્ટ ટ્રાન્સલેટમાં કરવામાં આવતા હતા.

સંસ્કૃત ભાષા આપણાં દેશમાં સૌથી પ્રાચિન ભાષા છે, દેવોની ભાષા પણ ગણાય છે. આપણા દેશના તમામ પ્રાચિન ગ્રંથો સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના શુઘ્ધ ઉચ્ચારણથી બોલાતા શ્ર્લોકોથી પ્રકૃત્તિક પર પણ અસર થાય છે. આજના ઇર્ન્ફોર્મેશન અને ટેકનોલોજીમાં પણ અંતે આ પવિત્ર ભાષાનું મહત્વ સમજીને તેનું અનુકરણ કરેલ છે. આમ, ભારતના બધા જ શાસ્ત્રો અને ગ્રઁથોની ભાષા સંસ્કૃત અગ્રસ્થાને છે.

આદિકાળની ભાષા, બધા પુરાણો, વેદો, ઉ5નિષદો વિગેરે સંસ્કૃતમાં જ છે. ગુગલે તેના પ્લેટફોર્મ ઉપર અનુવાદમાં કુલ 133 ભાષા હવે સપોર્ટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.