Abtak Media Google News
  • નોન સ્ટોપ સાંજી સ્તવના સાથે મહાતપસ્વીની અનુમોદના અને સ્વાસ્તિક વિધિ સાથે દીક્ષાર્થીના મહોત્સવના શુકનવંતા પ્રારંભે જોડાયાં હજારો ભાવિકો

ગુરુ ગૌતમ અને પ્રભુ મહાવીરની સેંકડો વર્ષ પહેલાંની ક્ષણો જેમ ઇતિહાસ બની ગઈ એમ સ્થાનકવાસી જૈન સમાજના સેંકડો વર્ષમાં એક સુદીર્ઘ ઇતિહાસ બની જનારા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવનું વિલે -પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમેકરવામાં આવેલા પાંચ દિવસીય આયોજનનો મંગલમય પ્રારંભ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિલેપાર્લે સ્થિતરિતંભરા વિશ્વ વિદ્યાલયના ગ્રાઉંડ ખાતે હજારો ભાવિકોના હૃદયના ઉછળતા ભાવ, અહોભાવ અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો.

Advertisement

આ મંગલ શુભારંભ અવસરેપરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રના ગુંજારવ સાથે આ મહોત્સવનો શંખનાદ કરવામાં આવ્યો હતો.કોઈના કહેવા માત્રથી નહીં પરંતુ હૈયાના, અંતરના અવાજ સાથે થતી હોય છે તપશ્ચર્યા અને લેવાતી હોય છે દીક્ષા! ત્યારે દીક્ષા તે માત્ર વસ્તુઓનો ત્યાગ નથી હોતો પરંતુ મોહ, લાગણી કે સંવેદનાનો પરિત્યાગ તે દીક્ષાનું જીવન હોય છે. જેમના ખોળામાં રમ્યા હોઈએ, જેમની છત્રછાયામાં ઉછર્યા હોઈએ એવા માતા-પિતાની સામે પણ જિંદગીભર ન જોવાની પ્રતિજ્ઞા તે સંયમ હોય છે. જે દિવસે દિલમાં લાગણીઓ પર વિજય પમાય છે તે દિવસે ભાલ પર સંયમનો વિજય તિલક લાગતો હોય છે. જે મોહ છોડી શકે તે પ્રભુના માર્ગ પર આવી શકે છે. માત્ર મારો આત્મા કાન્ત તેવા એકાંતનું જીવન તે સંયમ જીવન હોય છે. કોઈનો સાથ કાયમ નથી અને જે કાયમ નથી તે કદી મારું ન હોય,કોઈપણ સાથ શાશ્વત નથી તેવા આ સંસારની વાસ્તવિકતાને સમજીને બધું જ છૂટી જાય તે સંયમ હોય છે. પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થયેલા આવા કલ્યાણકારી વચનોએ ઉપસ્થિત સહુને અહોભાવિત કરી દીધાં હતાં.

Screenshot 3 15

વિશેષમાં આ અવસરે પિંજરનાઅદભુત પ્રયોગદ્વારા ઉપસ્થિત ભાવિકોને સંસારની વાસ્તવિકતાની અનુભૂતિ કરાવવામાં આવતા સહુ એ સંસારની અસારતા અને સંયમની મહત્વતાનો અનન્ય અનુભવ કરીને સત્યની પ્રતિતી કરી હતી.

આ અવસરે મુંબઈભરના 50થી વધુ મહિલા મંડળના બહેનો દ્વારા નોન સ્ટોપ ગીતોની સાંજી સ્તવના કરીને મહાતપસ્વી મહાસતીજીની ભક્તિભીની અનુમોદના કરવામાં આવતાં સર્વત્ર જયકરવર્તાયો હતો.એ સાથે જ, સર્વ દ્વારા લીલા વસ્ત્ર પર કંકુ વર્ણ  સ્વસ્તિક વિધિનું માંગલ્ય કરીને દીક્ષા મહોત્સવના શુકનવંતા વધામણા કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.

તપ ધર્મ અને સંયમ ધર્મની અનુમોદના  સ્વરૂપ આ મહોત્સવના આવતીકાલ 25વિં એપ્રિલ,2024 દ્વિતીય દિવસમાં મહાતપસ્વીને ગુરુ ભગવંતના શ્રી મુખેથી 1008મી આયંબિલ તપના પ્રત્યાખ્યાનની ક્ષણોના સાક્ષીદાર બનવા આ અવસરે પધારી ધન્ય બનવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.