Abtak Media Google News

થોડા સમય પહેલા ફંગસે હાહાકાર મચાવી દીધો હતો. કાળા, સફેદ અને પીળા રંગની ફૂગના કારણે દુનિયાના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. એ જ રીતે, કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે જ ફૂગ ફાટી નીકળવાના કારણે મૃત્યુઆંક વધુપ્રમાણમાં વધ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી ફૂગ છે, જેને ખરીદવા માટે લોકો પાણીની જેમ પૈસા ખર્ચે છે. તે વિશ્વની સૌથી મોંઘી ફૂગ કહેવાય છે જેનો ઉપયોગ કેન્સરને નાબૂદ કરવા માટે પણ થાય છે. બજારમાં આ ફૂગ 10 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે.

પર્વતીય વિસ્તારોમાં જોવા મળતી આ ફૂગને ‘હિમાલયન ફૂગ’ તરીકે ઓળખવામાં આવે છે. આં ફૂગ કેન્સરની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. આ ફૂગ એક અલગ પ્રકારની કીમોથેરાપી તરફ દોરી શકે છે. જો આવું થાય તો કેન્સરની સારવારમાં વધુ સારી શોધ થશે.

Whatsapp Image 2021 10 15 At 5.06.50 Pm

શું છે હિમાલયન ફંગસ ?
હિમાલયન ફંગસ ‘યારશાગુંબા’ અને હિમાલય વાયગ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફંગસમાં NUC-7738 (Cordycepin) નામનું તત્વ જોવા મળે છે, જે કેન્સરની સારવાર માટે અસરકારક છે.

સાયન્ટિસ એલર્ટે આ તત્વની શોધ કરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બાયોફાર્માસ્યુટિકલ કંપની NuCana સાથે ભાગીદારીમાં આ શોધ કરી હતી. તે હજુ પ્રાયોગિક પરીક્ષણના ચરણોમાં છે. જો કે તેના નવા રિપોર્ટ થયેલા ક્લિનિકલ ટ્રાયલે ડ્રગ ઉમેદવાર માટે આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે.

એનયુસી -7738 સૌપ્રથમ પરોપજીવી ફંગલ પ્રજાતિ Ophiocordyceps Sinensis જોવા મળી હતી, જેને સામાન્ય રીતે કેટરપિલર ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજાતિ જંતુના લાર્વાને મારી નાખવા અને મમી બનાવવા માટે જાણીતી છે. આ ફૂગનો ઉપયોગ ચીનમાં ઔષધિ તરીકે થાય છે.

દવામાં વપરાય આં ફૂગ
આ ફૂગનો ઉપયોગ સરકાર દ્વારા દવાઓમાં કરવામાં આવે છે. તેના સેવનથી સેક્સને લગતી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ સાથે અનેક પ્રકારની શારીરિક વિકૃતિઓ પણ દૂર થાય છે. પરંતુ ચીનમાં, ઘણા લોકો તેને બ્લેકમાં ખરીદે છે અને તેને ઘરમાં ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દવાઓને બદલે તેઓ આં ફંગસથી અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે. જો કે, કોરોના અને વિવિધ સરહદી વિવાદોને કારણે, આ ફૂગની અસર ચીન સાથેના વેપાર પર પડી છે. છેલ્લા 15 વર્ષથી હવામાનમાં ફેરફારને કારણે, તેમની ઉપજમાં 30 ટકાનો ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.