તંદુરસ્ત રહેવા પ્રસન્ન ચીત અને સાદી જીવનશૈલી રામબાણ ઇલાજ

હળદળ, જીરૂ, રાય વગેરે રસોડાની મોટાભાગની સામગ્રી શરીરના સંચાલનમાં મદદરૂપ

‘અબતક’ નો વિશેષ કાર્યક્રમ ‘આયુર્વેદ આજ નહીં તો કયારે’ એ વિષયે આજના ઝડપી જમાનામાં નાની ઉમરમાં થતા હ્રદય સંબંધી રોગો, બ્લડ પ્રેસર તેમજ તેના લક્ષણો અને ઉપાયો વગેરે વિશે આયુર્વેદાચાર્ય ડો. યતિન વૈદ્ય તથા ડો. પુલકીત બક્ષીએ ‘અબતક’ ના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં આપેલી વિસ્તૃત માહીતી તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી જેની સંક્ષિપ્ત માહીતી અત્રે રજુ કરવામાં આવી છે.

પ્રશ્ન:- હ્રદય સંબંધી બિમારીનું કારણ શું?

જવાબ:- ચયાપચન ક્રિયામાં ફેરફાર, મગજનો સ્ટ્રેસ શરીરમાં વિવિધ બીમારીઓ હોવી, ભાગોદોડની જીંદગીમાં મગજ તથા હ્રદયને પુરતુ ઓકસીઝન ન મળવું વગેરે હોઇ શકે.

પ્રશ્ન:- હ્રદય રોગના દર્દીના લક્ષણો કયાં?

જવાબ:- રપ0 થી 300 ગ્રામ જેટલું વજન શરીરના વિવિધ ભાગોને લોહી પહોચાડવાનું કાર્ય કરે છે. ધબકારાની વાત કરીએ તો હ્રદયમાં 1 મીનીટમાં 70 જેટલા ધબકારા થાય છે અને એન મીનીટમાં પ લીટર જેટલું લોહીનુ: આવાગમન કરે છે. આ હ્રદયમાં દુ:ખાવો થવો, ચાલવાથી શ્ર્વાસની તરલીફ થવી,  પગમાં સોજા આવવા વગેરે સામાન્ય કારણો કહી શકાય.

પ્રશ્ન:- હ્રદય રોગ હોવાની ખબર કયારે પડે?

જવાબ:- અવળો ગેસ, શ્ર્વાસ ચડવો, શરીરમાં ગભરામણ થવી, હ્રદયમાં નાની મોટી તકલીફ થવી, બ્લડ પ્રેસરમાં ફેરફાર થવો, વગેરે પરંતુ તબિબ દ્વારા નિદાન થયા બાદ જ ખરી માહીતી મળી શકે.

પ્રશ્ન:- બ્લડ પ્રેસર એ શું છે?

જવાબ:- હ્રદયમાંથી શરીરના દરેક અવયવો સુધી લોહી પ્રેસરથી પહોંચે છે. તેને બ્લડ પ્રેસર કહેવાય છે અને શરુઆતમાં શરીરમાં સામાન્ય બ્લડ પ્રેસર હોય છે. જો કે તેમાં પણ લો બીપી અને હાઇ  બીપી એમ બે જોવા મળે છે. લો બીપી કંટ્રોલ થઇ શકે છે જેને સામાન્ય દવાઓ પણ ઠીક કરી શકે છે. જે સામાન્ય બીપી હોય તો કંટ્રોલ થઇ શકે છે પરંતુ આ બી.પી. હાઇ થાય તો અથવા તો કંટ્રોલ ન થાય તો દવાઓ લેવી જરુરી છે.

પ્રશ્ન:- લો અને હાઇ બીપી  કેટલું જોખમી તેમાં દદીનું શું થાય?

જવાબ:- સામાન્ય રીતે વાત કરીએ તો લો બીપીએ કોઇ રોગ નથી જે ખાંડ, મીઠાનું પ્રમાણ અથવા તો ચિંતા વધવાથી થાય છે. જેથી ખાંડ, મીઠું કે ચિંતા વગેરે ઓછું થાય તો લો બીપી દુર કરી શકાય છે. જયારે હાઇ બી.પી.માં લોહીના ગઠ્ઠા થવા, લોહી જાડુ થવું અથવા લોહી પહોચાડતી નળીમાં બ્લોકે જ થવું તેમજ અશુઘ્ધ અને શુઘ્ધ લોહીની નળીઓમાં અનબેલેન્સ સર્જાય ત્યારે હાઇ બીપી થઇ શકે છે.

પ્રશ્ન:- હ્રદય રોગ બીપીમાં મીઠાનું મહત્વ શું?

જવાબ:- જો કે શરીરમાં જરુરીયાત મુજબ સોડીયમ હોવું જોઇએ અને જો આ માત્રા વધારે થાય તો તેની હોરમોન્સ ઉપર ખુબ જ મોટી અસર પડે છે. એટલે જ આવું કહે છે કે શકય હોય ત્યાં સુધી સીંધા લુણનો ઉપયોગ કરવો જોઇએ જેમાં સોડીયમની માત્રા ઓછી હોય છે.

પ્રશ્ન:- હાઇ બીપી થી શું નુકશાન થાય?

જવાબ:- પગમાં ખાલી ચડે, હ્રદયમાં સોજો આવી જાય, નળી બ્લોક થવી, હદયની નળીમાં ચરબી જમા થવી વગેરે વગેરે

પ્રશ્ન:- બીપી હ્રદયની તકલીફ કયો ખોરાક ખાવાથી થાય?

જવાબ:- જંક ફુડ,  ઠંડા પીણા, કોલ્ડીંકસ વગેરે વધુ પ્રમાણમાં લેવાથી રકતના પ્રવાહને અવરોધ ઉભો થાય છે.

પ્રશ્ન:- ઘી તેલથી ડરવાની જરુર ખરી?

જવાબ:- અગાઉના વખતમાં વડીલો કહેતા કે દેવું કરીને પણ ઘી પીવો શરીરમાં લુબ્રીકેટીંગ જરુરી છે. ઘી પૂર્ણ ખોરાક છે આયુર્વેદ નિયમ મુજબ ઘીથી નુકશાન થતું નથી. જયારે તેલમાં ચરબીનું પ્રમાણ હોય છે પરંતુ શુઘ્ધ ખોરાક યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવામાં આવે તો શરીરની તંદુરસ્તી જળવાઇ રહે છે.

પ્રશ્ન:- તંદુરસ્તી રહેવા શું ખાવું જોઇએ?

જવાબ:- સવારે નાસ્તો કે જેમાં ફુટ અથવા ફુટ જયુસ બપોરે સાત્વીક ખોરાક સાંજે ખીચડી,કઢી ભાજી વગેરે તેમજ સમયાંતરે લંઘન કરવું ખાસ જરુરી છે.

પ્રશ્ન:- હ્રદયસંકંધી રોગ બી.પી. માં રસોડાની કંઇ વસ્તુઓ વધુ ઉપયોગી?

જવાબ:- હ્રદય રોગના દર્દીએ પાણી પણ માત્રામાં પીવું જોઇએ ઉપરાંત હળદર, જીરુ, રાય વગેરે હ્રદયને પોષણ આપનાર છે. જેમાં ખાસ કરીને તંદુરસ્તી રહેવા માટે પ્રસન્નચીત અને યોગ્ય લાઇફ સ્ટાઇલથી જીવન જીવવું જરુરી છે. અને ખાસ કરીને વડીલોની આગવી પરંપરાને અપનાવીએ તો ચોકકસ તંદુરસ્તી રહી શકીએ.