Abtak Media Google News

રોડની નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટ એજન્સી સામે પાલિકાના ચીફ ઓફિસરની લાલ આંખ

મોરબીના રવાપર રોડ પર નસરંગ ટેકરી પાસેના રોડને નવો બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. બાદમાં આ રોડનું કામ નબળું થયું હોવાનું ખુલ્યું હતું. જેથી પાલિકાના ચીફ ઓફિસરે રોડનું નબળું કામ કરનાર કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારીને પેમેન્ટ અટકાવી દીધુ છે.

Advertisement

મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી થી કેનાલ રોડ સુધીના રોડને નવો બનાવવામાં આવ્યો હતો. આ સીસી રોડ બન્યાને થોડા જ સમયમાં રોડની અવદશા થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની સિમેન્ટ ઉખડી ગઈ છે. ગેરેન્ટી પિરિયડ પૂર્વે જ રોડ બિસ્માર થઈ જવાની શક્યતા છે.

ઉપરાંત ચોમાસામાં રોડ ધોવાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે નરસંગ ટેકરીના રોડનું નબળું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત તેનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.