Abtak Media Google News

શું તમે પણ તમારી ત્વચાને ડ્રાય અનુભવો છો? જો મૉઇસ્ચરાઇઝર્સ અને સિરમ લગાડ્યા બાદ પણ તમે તમારી ત્વચા પર શુષ્કતા અનુભવો છો? તો અમે ખાસ તમારા માટે ફેસ માસ્ક લય આવ્યા છીએ તો હવે તમે પણ તમારી શુષ્ક ત્વચાથી રાહત અનુભવી શકો છો. તમે બટર માસ્કની મદદથી હવે તમારા શુષ્કતાનો ઇલાજ કરી શકો છો.

બટરએ ફેટી એસિડ્સ અને વિટામીનનો સમૃદ્ધ સ્ત્રોત છે જે તમારા ચહેરા પર એક કુદરતી ગ્લો લાવે છે. બટરના ચહેરાના પેકમાં વિવિધ ચામડીના લાભો છે અને તે બધી ચામડીના પ્રકારો માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ ફેસ માસ્કમાં વિટામિન ઇ હાજર છે. આ ફેસ માસ્ક વિશે વધુ જાણવા માટે વાંચો.

૧) બટર અને બનાના ફેસ માસ્ક:

Banana Face Maskફેસ માસ્ક બનાવવા માટે, તમારે 1 બનાના અને 1 ચમચી બટરની જરૂર પડશે. એક બાઉલ લો અને કેળાની પેસ્ટ બનાવો. બનાનાને મેશ કરતી વખતે તેમાં બટર ઉમેરો અને બંનેને મિક્ષ કરી દો. કોસ્મેટિક બ્રશની મદદથી, તમારા ચહેરા પર આ ફેસ માસ્ક લગાવો.અને તેને 10 મિનિટ રહેવા દો. એકવાર તે થઈ જાય પછી, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. અને કોઈ ક્રીમ અથવા ટોનર લગાવી લો.

૨) ગુલાબજળ અને બટર ફેસ માસ્ક:

2015 12Image 17 52 56256600011 Llતમારી ચામડીને તંદુરસ્ત રાખવા અને ડેડ સ્કીનનો નિકાલ કરવા માટે આ ફેસ માસ્ક અત્યંત સારું છે. 1 ચમચી બટર અને 1 ચમચી ગુલાબજળ લો અને બંનેને મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો.તેને લગભગ 30 મિનિટ સુધી તમારા ચહેરા પર રાખો.ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો.

તો હવે આ રીતે તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો તો ટ્રાય કરો આ ફેસપેક.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.