Abtak Media Google News

સાવચેતી જરૂરી એવું રટણ કરવા કરતા એનું પાલન જરૂરી, હવે ત્રીજી લહેર ખમી શકાય તેમ નથી એ વાસ્તવિકતા

કોરોના સામે સાવચેતી જરૂરી છે. એવું રટણ દરેક સ્તરેથી થઈ રહ્યું છે. ઠેર ઠેરથી સલાહો આપવામાં આવી રહી છે. પણ આ રટણ કરનારા અને સલાહ આપનારાઓએ જ પહેલા તેનું પાલન કરવું જરૂરી છે. કારણકે હવે ત્રીજી લહેર ખમી શકાય તેમ નથી આ વાસ્તવિકતા છે.

Advertisement

ત્રીજી લહેરની સંભાવના સરકારે પણ જાહેર કરી દીધી છે.  કોરોનાની ત્રીજી લહેરને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતું કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં આઇસીયું બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

આમ સરકાર સંભવતઃ ત્રીજી લહેરને નકારતી નથી. તો પછી રાજકીય કાર્યક્રમો કેમ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત અન્ય મેળાવડા કરવાને પણ કેમ છૂટ આપવામા આવી રહી છે. ખરેખર આ સમય સાવચેતી રાખવાનો છે. આ સમયે આવી ભૂલો ગંભીર પરિણામો નોતરી શકે છે.

બે લહેરને કારણે અર્થતંત્રને માઠી અસર પહોંચી હતી. હજુ અર્થતંત્ર માંડ પાટે ચડ્યું છે. તેવામાં ત્રીજી લહેરને આમંત્રણ આપવું કેટલા અંશે વ્યાજબી છે? સરકારે પણ એક તરફ રાત્રી કરફ્યુ લાદીને નિયંત્રણ મુક્યાં છે. તો બીજી બાજુ કાર્યક્રમોના આયોજનો પણ ઘડ્યા છે. હવે આવું કરવામાં આવે એટલે સ્વાભાવિક છે તકેદારીના પગલાં દળી દળીને ઢાંકણીમાં….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.