Abtak Media Google News

એટીસીના લીધે લેન્ડ થવામાં મોડુ થશે કહી મુસાફરોને ફલાઇટમાં જ બેસાડી રાખવામાં આવે છે

મુસાફરો ઝડપથી પહોચવા માટે એરલાઇન્સનો સહારો લેતા હોય છે. પરંતુ એરપોર્ટ પર તેમને ખુબ જ રાહ જોવી પડતી હોય છે. જેને લીધે તેમનું ટાઇમ ટેબલ વિખાઇ જતું હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના દિલ્હી, મુંબઇ જેવા મેટ્રોલ શહેરોમાં થતી હોય છે. અને પાયલોટ દ્વારા એટીસી મોડુ થવાને લીધે પ્લેન લેન્ડ થવામાં થોડી વાર લાગશે તેવી સુચના આપવામાં આવે છે.

Advertisement

ઉડ્ડયન મંત્રીને આ બાબત ઉંડાણપૂર્વક તપાસ બાદ જણાવ્યું હતું કે એર ટ્રાફીક વધવાને કારણે એરલાઇન્સો મુસાફરોને ખોટો સમય આપે છે. જેટલો ફલાઇટ છુટવાનો સમય હોય તેનાથી મોડું ન થાય તે માટે ર કલાક પ્લેન ટેકઓફની વાર હોય તો ૨.૩૦ કલાક બતાવે છે. ઉડ્ડયન મંત્રાલય આર.એન. ચૌબેએ જણાવ્યું હતું કે ફલાઇટનો બ્લોક ટાઇમ સમયસર કરવામાં આવશે તેથી એરપોર્ટ પર ભીડ ઓછી કરી શકાય અને ફલાઇટો પણ સમયસર આવી શકે.

પરિસ્થિતિનું વર્ણન કરતા ચૌબેએ જણાવ્યું હતું કે દા.ત. એરલાઇન્સ મુંબઇથી ૨ કલાકે ઉપડવાની છે. અને દિલ્હથી ૪.૩૦ એ આવવાની છે. તે મુંબઇથી ર કલાકે દિલ્હી પહોંચે તો દિલ્હી એરપોર્ટ તેનો પહોચવાનો સમય ૪.૩૦ નો હોય ત્યાર પહેલા અન્ય ફલાઇટો આવવાની તૈયારીમાં હોય છે. માટે વહેલા પહોંચી જવા છતાં પ્લેન લેન્ડ કરી શકાતું નથી. તેથી મુસાફરો નીશ્ર્ચીત સ્થાન પર સમયસર પહોંચી શકતા નથી માટે તેઓ હતાશા અને મુંઝવણ અનુભવે છે.

અન્ય એરલાઇન્સનો પણ એક સરખા જ પ્લેનની સુવિધા આપે છે. જેમ કે એરબસ એ-૩૨૦ અને બોઇન્ગ ૭૩૭ જેની ગતિ પણ સરખી હોય છે. અને ‚ટ પણ માટે ટ્રાફીક સમસ્યા સર્જાય છે તેથી તેના ‚ટોમાં ફેરફારો કરાયા છે. જેને ઋતુ પ્રમાણે ગોઠવવામાં આવશે. ચૌબેએ જણાવ્યું હતું કે કાર્ય વિસ્તૃત છે માટે કયારે પૂર્ણ થશે તે કહી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.