Abtak Media Google News

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર લોકોની જવાબદારી ફિક્સ કરાશે

મોદી સરકાર આઈટી એકટમાં સુધારા કરીને ઈન્ટરનેટ સેવા આપતી કંપનીઓને ફેંક ન્યુઝ વાંધાજનક સામગ્રી ફેલાવનારાઓની વિગતો તપાસ એજન્સીઓને પુરી પાડવાનું ફરજિયાત બનાવશે

સતત વિકસતા જતા આપણા દેશમાં મફતના નામે અપાતા સોશ્યલ મીડિયાનો ઉપયોગ મહત્તમ કક્ષાએ પહોચ્યો છે. સોશ્યલ મીડિયા જેટલુ અસરકારક છે. તેટલું જ નુકશાનકારક હોય, સમયાંતરે આ માધ્યમનો હવે દૂરપયોગ થવા લાગ્યો છે. હવે સોશ્યલ મીડીયાની વિવિધ એપોમાં બોગસ એકાઉન્ટ બનાવીને અમુક રાષ્ટ્રવિરોધી તત્વો હિંસા કે તંગદિલી ફેલાવવાના પ્રયાસો કરવા લાગ્યા છે. ખાસ કરીને આતંકવાદી તત્વો સોશ્યલ મીડીયા પર ડમી એકાઉન્ટો બનાવીને ધર્મના નામે લાગણી ભડકાવવામાં તેનોઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની સોશ્યલ મીડિયા કંપનીઓ વિદેશી હોય તેના પર સરકારનો અંકુશ નથી જેથી સોશ્યલ મીડીયાનો ઉપયોગ અને ચેટીંગ કરનાર, લોકોની ખરી ઓળખ મેળવવા મોદી સરકારે કમર કસી છે.

મોદી સરકારે ઈન્ટરનેટ, ચેટ અને સોશ્યલ મીડિયા પર વાંધાજનક અને ગેરકાયદેસર સામગ્રી મુકનારા લોકોની ઓળખ કરવા આઈટી એકટમાં સુધારો કરવા જઈ રહી છે. તાજેતરમાં આઈટી મંત્રાલય અને ઈન્ટરનેટ કંપનીઓનાં વરિષ્ટ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ નેટ વપરાશકર્તાની ઓળખ ખાનગી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આઈટી એકટમાં સુધારો કરવાની આ નિર્ણટમાં પર અસર થશે. ખાસ કરીને ઈન્સ્ટન્ટ મેસેન્જર એપ. વ્હોટએપ પર આ સુધારાની ભારે અસર થશે. કારણ કે અત્યાર સુધીમાં ‘ફેક ન્યુઝ’ ફેલાવનારા વ્હોટએપ વપરાશકર્તા અંગેની માહિતી આપવાની સરકારની વિનંતીનો કંપનીએ ઈન્કાર કર્યો હતો.

આઈટી એકટમાં સુધારા માટે તૈયાર થયેલા ડ્રાફટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ભારતમાં ૫૦ લાખથી વધુ વપરાશકર્તા ધરાવતી કોઈ પણ ઓનલાઈન કંપનીને દેશની અંદર સ્થાંનાતરીત કરવા, કાયમી ધોરણે નોંધાયેલી ઓફીસ કરવા તથા સંપર્ક માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવાનું ફરજીયાત કરવામાં આવનારૂ છે.

દેશની સલામતિ અને સાયબર સીકયુરીટીનો પ્રશ્ન ઉભો થાય ત્યારે તપાસ કરવા કે ગુન્હાને અટકાવવા જરૂર પડે ત્યારે ઈન્ટરનેટ કંપનીએ ૭૨ કલાકની અંદર કોમ્યુનિકેશનની વિગતો સરકારી એજન્સીઓને પૂરી પાડવી પડશે. આ માટે સરકારી એજન્સીએ ઈન્ટરનેટ કંપનીને લેખીતમાં અથવા ઈ-મેલથી વિનંતી કરવાની રહેશે.

જે બાદ, ઈન્ટરનેટ કંપનીએ આવી માહિતી તેના પ્લેટફોર્મ પરથી શોધીને તપાસ એજન્સીને આપવાની રહેશે તેથી પણ આ ડ્રાફટમાં જોગવાઈ કરવામાં આવી છે. આઈટી મંત્રાલયના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો. કે ફેક ન્યુઝના ઝડપભેર થતા ફેલાવાને કારણે સૌ પ્રથમ આવા સામગ્રી મુકનારા લોકોને ઓળખી શકાતા નથી. સરકારે ભૂતકાળમાં આવા ફેક ન્યુઝ ફેલાવતા મુળ લોકોને શોધી આપવા ફેસબુક કંપનીને વિનંતી કરી હતી. પરંતુ કંપનીએ આવી માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.જેની સરકાર હવે આઈટી એકટની ૭૯માં ફેરફાર કરવા અંગે માંગે છે.જે મુજબ કંપની સરકારની આવી વિનંતી અંગે ના નહી પાડી શકે.

રાજયસભામાં આ અંગેની વિગતો આપતા આઈટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ખાતરી આપી હતી કે, સરકાર ફેક ન્યુઝને પકડી પાડવા સરકારી માળખાને મજબુત બનાવશે અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને પણ ‘કાયદા હેઠળ જવાબદાર’ બનાવશે. સરકારી તપાસ એજન્સીએ વિનંતી કર્યા બાદ કંપનીએ તપાસના હેતુ માટે ઓછામાં ઓછા ૧૮૦ દિવસ સુધી વાંધાજનક માહિતી અનેતેની સાથે સંકળાયેલા રેકોર્ડસનું રક્ષણ કરવું પડશે કોર્ટ અથવા સરકારી એજન્સીઓને જરૂર પડશે તો તેની વધારે સમય સુધી આવી માહિતી સંગ્રહીત રાખવી પડશે. ઉપરાંત, કંપનીઓએ આવી ખોટી માહિતી ફેલાવનારા વપરાશકર્તાની ઓળખ પણ સરકારને આપવી પડશે અને જરૂર પડયે તેને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી શકશે.

કંપનીઓએ આવી વાંધાજનક વિગતો અપલોડ કરવું એડીટ કરવું અપડેટ કરવું ટ્રાન્સમીટ કરવું ગેરકાયદેસર તેવી તેના વપરાશકર્તાઓને માહિતી આપવી પડશે. જેનાથી અશ્લીલ, ધૃણા ફેલાવે તેવી બીજાની અંગત જીવનમાં અસર કરે તેવી. જુગારને પ્રોત્સાહન આપે તેવી અપમાનજનક સહિતની વિગતો ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડીયા પર ફેલાતી રોકી શકાશે ઉપરાંત આરોગ્યને નુકશાનકારક, એવી ધ્રુમપાન, મધપાન વગેરરે વિગતોને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ પર ફેલાવી રોકી શકાશે તેમ આઈટી મંત્રાલયના અધિકારીએ અંતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.