Abtak Media Google News

ખાનગી શાળાઓ માત્ર ૨૫ ટકા ફીમાં બાળકોને ભણાવે

જૂનાગઢમાં આજે એનએસયુંઆઇ દ્વારા ઓન લાઇન એજ્યુકેશનના ડિંડક બંધ કરાવવા અને અમુક ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવતી વિવિધ ફી સામે વિરોધ દર્શાવી જિલ્લા શિક્ષણાકિારી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લા એ એસ યુ આઇના હોદેદારો, કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણાકિારી ને આવેદન પત્ર પાઠવી ગ્રામ્ય પંથકમાં નેટ વર્ક ના પ્રોબ્લેમ હોય તો સામાન્ય અને ગરીબ વાલીઓના ઘરમાં સ્માર્ટ મોબાઈલ કે નેટ વાપરવા માટે આર્થિક પરિસ્થિતિ ના હોય ત્યારે લોકડાઉન ના કપરાકાળ માંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે ખાનગી શાળાઓ એ પોતાની આવક ચાલુ રાખવા માટે ઓનલાઇન શિક્ષણનું ગતકડું ઉભું કર્યુ છે. તે ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

હાલમાં લોકોના ધંધા રોજગાર ઠપ થયેલા છે ત્યારે ગરિબ વાલિઓ પોતાના બાળકોના શિક્ષણ માટે ચિંતિત છે ત્યારે આર.ટી.ઈ. ની ભરતી પ્રક્રિયા માટે  આ વર્ષ માટે હજી સુધી કોઇ પણ માર્ગદર્શિકા સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી. એક બાજુ ખાનગી શાળાઓએ બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે. ખાનગી શાળાઓએ ૨૫% બાળકોને મફત શિક્ષણ આપવાનું હોઇ છે જેમાં ગરીબ વાલિઓના બાળકોને પ્રવેશ મળતો હોય છે. પરંતુ હાલ આર.ટી.ઈ. બાબતે કોઇ પણ સ્પષ્ટીકરણ સરકાર કરવામાં આવ્યું નથી ત્યારે વાલિઓ પણ આ બાબતે ચિંતિત હોય ત્યારે વહેલી તકે ઓનલાઇન ફોર્મ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગ કરાઈ છે.આવેદન પત્રમાં અંતમાં ૪૮ કલાકમાં ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી, તપાસ અને આવેદનમાં કરાયેલ માંગણીઓ મુજબની કાર્યવાહી કરવામાં નહિ આવે તો, એન.એસ.યુ.આઈ. ના હોદેદારો, વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવશે અને આંદોલનો કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.