Abtak Media Google News

હેમુગઢવી હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સંસ્કૃતિના સંયુકત ઉપક્રમે યોજાયેલ ‘નગમે સુહાને, નયે પુરાને’ કાર્યક્રમને નગરજનોએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમમાં ચૈતન્ય અંજારિયા, સારંગી મહેતા શ્રેય, ધ્વની વચ્છરાજાની

અને ધૌમ્યએ જુના અને નવા ફિલ્મી ગીતો રજુ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં મ્યુઝિક શૈલેષ પંડયા એન્ડ ટીમ, કોર્ડીનેટર દર્પણા અંજારિયા અને એન્કરીંગ હલચલ બોય સુજલે સંભાળ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, બાન લેબ્સ પ્રા.લિ.ના મૌલેશભાઈ ઉકાણી અને જગજીવનભાઈ સખીયાની ઉપસ્થિતિ રહી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.