Abtak Media Google News

શું તમે જાણો છો ? રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં ૨૮ વર્ષ પહેલા પ્રથમવાર બપ્પા ન્યુ મહારાષ્ટ્ર મંડળના પંડાલમાં બિરાજયા હતા

રાજકોટમાં ઠેર-ઠેર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સમય દરમ્યાન લોકોમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હોવાથી લોકોમાં એક આધ્યાત્મીક ઉન્નતિ પ્રસ્થાપિત થતી હોય છે. ત્યારે રાજકોટમાં ૨૮ વર્ષથી જે ઉપલાકાંઠા વિસ્તારમાં પ્રથમવાર ગણપતિની સ્થાપના કરી હોય તો તે ન્યુ મહારાષ્ટ્ર મંડળના ગણપતિ છે. રાજકોટની મોજીલી પ્રજા ન્યુ મહારાષ્ટ્ર મંડળ ખાતે ગણપતિની પુજા અર્ચના કરવા આવતા હોય છે ત્યારે મનુભાઈ આડેસરા કે તેઓ રાજકોટ સિલ્વર એસો.ના પ્રમુખ છે. તેઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ન્યુ મહારાષ્ટ્ર મંડળના મિત્રો છેલ્લા ૨૮ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અને દર વર્ષે આમંત્રણ પણ આપે છે. જે ખુબ જ સારુ કાર્ય છે. આ સમય દરમિયાન રાજકોટ આખુ ગણપતિમય બની જતું હોય છે અને આવનારા દિવસોમાં પણ ગણેશોત્સવ ખુબ જ મોટાપાયે કરવામાં આવશે. તેઓએ અંતમાં કહ્યું કે, ગણેશોતસવ ઘરે-ઘરે કરવામાં આવે તે અનિવાર્ય છે.જયારે મનુભાઈ પરમાર કે જેઓ રાજકોટ સિલ્વર એસો.ના ઉપપ્રમુખ છે. તેઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકો સારા ધ્યેયથી કાર્ય કરતા હોય છે, ત્યારે ગણેશોતસવનું આયોજન જે થયું છે તે સરાહનીય છે. ૨૮ વર્ષ પહેલા જે આયોજન કરાયું હતું. તેમાં અનેક પ્રશ્ર્નો ઉદભવીત થયા હતા પરંતુ સમય જતા એ વાતનો આભાસ થયો કે જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખુબ સારું છે અને તેનો શ્રેય ન્યુ મહારાષ્ટ્ર મંડળના લોકોને જાય છે. લોકો પણ હવે ગણેશોત્સવને લઈ જાગૃત થવા માંડી છે. રાજકોટ તમામ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે. જેથી રાજકોટને સહેજ પણ આફત આવતી નથી અને સુખાકારીથી જીવી રહ્યા છે અને લોકો વધુને વધુ સરકાર આપે તે પણ જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.