Abtak Media Google News

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડફનાળા સંરક્ષણ વિભાગની જમીન પરના ધાર્મિક કોમર્શિયલ દબાણોનો સફાયો

ડફનાળા ગોગા મહારાજ મંદિર ની પેશકદમી અને શાહીન રેસ્ટોરન્ટના ડીમોલેશન સામે વાંધો ઉઠાવવા ના કેસમાં દબાણકારોને કોર્ટમાં લપડાક

રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ હેતુની જમીન ઉપરની પેશકદમી ને કોઈ પણ કબજો કે દાવો કાયદેસર ન ઠેરવી શકે…!!

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પાસે ડફનાળા વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર પેશકદમી હટાવવાની કામગીરી અંગે ભારે હોબાળો અને વિરોધ વચ્ચે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલી જમીનો પરના કબજા ને કોઈ પણ દવા ના આધારે કાયદેસર અને કોઈની માલિકીનો હક ન જ આપવાનો સ્પષ્ટ આદેશ અદાલતે આપતા પેશકદમી અને દબાણોને બચાવવા માટે મથતા લોકોના હથિયાર હેઠાં પડી ગયા છે

કન્ટેન્ટમેન્ટ બોર્ડ શું છે

બ્રિટિશકાળમાં સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા વિસ્તારો માટે કન્ટેન્મેન્ટ એક્ટ અને કન્ટેનમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી હતી આ બોર્ડ દ્વારા સંરક્ષણ વિભાગના અ સંકુલો અને આસપાસના વિસ્તારોનું નિયંત્રણ કરવાની કામગીરી કરવામાં આવતી હતી ૨૦૦૬માં કન્ટેનમેન્ટએક્ટ રચના કરવામાં આવી હતી તને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પાસેની ડફનાળા વિસ્તારની જગ્યા અમદાવાદકન્ટેન્મેન્ટ બોર્ડને સુપરત કરવામાં આવી હતી

અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા તરીકે સરક્ષણ વિભાગની જમીનો અને તેના પરની વસાહતો નું નિયંત્રણ કરે છે અને આ જમીનો ના તમામ પ્રકારના કાયદાકીય અને માલિકી હકના અધિકારો કન્ટેન્ટ એક્ટ હેઠળ જ નિયંત્રિત રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.