Abtak Media Google News

જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત

જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્યય  અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ માહીતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના પ્રદર્શન કોવિડ-19 ના સંચાલનમાં શ્રેષ્ઠ રહ્યં છે તેમણે કહ્યું હતું કે દેશનું કદ અને આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે જોતાં અમે કોવિડ રોગચાળાને વધુ સારી રીતે સંચાલીત કરવામાં સફળ રહ્યા છીએ.

Advertisement

જુનાગઢ ખાતે પત્રકાર પરિષદમાં માંડવિયાએ કહ્યું કે અમારી સરકારે હંમેશા કહ્યું છે કે આ સંકટ રાજનીતીનું કારણ ન બનવું જોઇએ. આ કટોકટીમાં કોઇ રાજકારણ ન હોવું જોઇએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે જયારે ભારતના 130 કરોડ લોકો એક પગલું આગળ વધે તે ત્યારે દેશ 130 કરોડ પગલા આગળ વધે છે.

માંડવિયાએ કહ્યું કે ભલે તે કોવિડની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સમગ્ર મામલાના સંચાલનમાં નેતૃત્વની ભૂમિકા ભજી હતી અને તેમની સરકાર દ્વારા તેમણે સુનિશ્ર્ચિત કર્યુ હતું કે આ વૈશ્ર્વિક રોગચાળાથી ભારતમાં ઓછી અસર છે. ઓછું નુકશાન પહોચાડે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડના સંચાલન માટે મોદી સરકારે ચારેય મોરચે સઁપૂર્ણ તકેદારી સાથે કામ કર્યુ છે. અને આ રોગચાળાની ચપેટમાં રહેલા લોકોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવાનું કામ પણ કર્યુ. માંડવિયાએ કહ્યું કે જયારે કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આપણા દેશમાં વેન્ટિલેટરને પીપીઇ કિટસના ઉત્પાદન અંગે ઘણી સમસ્યાઓ હતી. પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં અમે દેશમાં મોટા પાયે તેમનું ઉત્પાદન શરુ કર્યુ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહીતી આપી કે દેશના રેમડેસિવીરનું ઉત્પાદન બે મહિનાની અંદર દસ ગણો વધારવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 11 એપ્રિલ 2021 ના રોજ દેશમાં આ ઇન્જેકશનની લગભગ 33.000 શીશીઓ ઉત્પન્ન થઇ રહી હતી. મે મહિનાના છેલ્લા સપ્તાહ સુધીમાં તેને વધારીને દરરોજ આશરે 3.5 લાખ કરવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે મોદી સરકારે 1573 ઓકિસજન પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. તથા ભવિષ્યમાં કોઇપણ પડકારનો સામનો કરવો અને આરોગ્ય સેવાઓને વધુ મજબુત બનાવવા માટે અમે ર3000 કરોડ નું ઇમરજન્સી કોવિડ-19 પેકેજ તૈયારી કર્યુ છે.

મોદી સરકાર રસીકરણના મોરચે પણ ખુબ અસકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે 18 ઓગષ્ટ  2021 સુધી દેશભરમાં 57 કરોડથી વધુ રસી ડોઝ આપવામ)ં આવી છે અને આગામી દિવસોમાં આને વધુ વેગ આપવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે 16 ઓગષ્ટના રોજ દેશભરમાં 88 લાખથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા. જે વિશ્ર્વ રેકોર્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.