Abtak Media Google News

સરકારનો લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ ઓફિસે હાજર જ ન રહેતા હોવાની રાવ સાથે હોબાળો મચ્યો : ‘બાબુ’ઓના ઠાગાઠૈયા સામે ગાંધીનગરમાં સચિવ સુધી રજુઆત પહોંચી

સુરેન્દ્રનગરની એક કચેરીમાં હંમેશા અધિકારીઓ-કર્મચારીઓ ’ઘેર હાજર’ રહેતા હોવાનું ચિત્ર ઉપસતા આજે હોબાળો મચી ગયો હતો. એવામાં ખુદ આ વિસ્તારના ધારાસભ્યએ કચેરીએ દોડી જઈ ’સરપ્રાઇઝ’ દરોડો પાડ્યો હતો. મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની ઓફિસ આવેલી છે, ન્યા અધિકારીઓ હાજર ન રહેતા હોવાથી આજે હોબાળો મચી ગયો હતો. આ સાથે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પણ દોડી ગયા હતા. હાજર ખેડૂત અરજદારો અને નાગરિકોએ તેમને રાવ કરી હતી કે, ઓફિસમાં અધિકારીઓ સમયસર હાજર નથી રહેતા. લોકો પાસેથી હકીકત મેળવી ધારાસભ્ય નૌશાદભાઈએ ગાંધીનગર ખાતે સચિવ અને કૃષિ મંત્રીને આ અંગે રજુઆત પહોંચાડી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી આ કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ મળતી હતી. આજે આ મામલે હોબાળો મચી ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં બીજ પ્રમાણન એજન્સીની ઓફિસ આવેલી છે ત્યારે અધિકારીઓ અને સ્ટાફ હાજર ન રહેતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે તેવું છે કે નિગમ માસ દર મહિને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે તે છતાં પણ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે પટાવાળા પણ સમયસર હાજર ન રહેતા હોવાના કારણે ગમે તે સમયે ઓફિસને તાળા જોવા મળી રહ્યા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે જે બીજ પ્રમાણન એજન્સી ની ઓફિસ આવેલી છે ક્યાં મળશે આવતા લોકોને હર હંમેશ માટે તાળા જોવા મળી રહ્યા છે ત્યારે આ આ મામલે તેમના અધિકારી નરસિંહભાઈ માલકિયા સાથે વાતચીત કરવામાં આવતા તે પણ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે અને ઊલટસૂલટ જવાબ આપવા લાગ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે કામ અર્થે આવતા લોકોને આ એજન્સીમાં ભારે ધક્કા ખાવા પડે છે અને ખાસ કરી જે બીજ પ્રમાણ નિગમની જે ઓફિસ આવેલ છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા નથી.

પટાવાળા પણ પોતાની મનમાની કરી અને ઓફિસ ને ગમે ત્યારે તાળા મારી અને ઘર જતા રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ મામલે નિગમમાં પણ અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં આ ઓફિસમાં પાંચ લોકોનો સ્ટાફ ઉપસ્થિત છે જેમાં સમયસર કોઈ હાજર ન રહેતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરી પટાવાળા પણ પોતાની મનમાની કરતા હોય તેવી ફરિયાદ ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિગમ દ્વારા કાર્યવાહી કરી અને રેગ્યુલર રીતે આ ઓફિસ ખુલ્લી રહે અને ખેડુતો જે બીજ પ્રમાણ માટે આવી રહ્યા છે તેમને પણ યોગ્ય જવાબ મળે તેવી ઉપલબ્ધ આ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.