Abtak Media Google News

આજે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ માટે ચિંતિત છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઋતુચક્રમાં ફેરફારો આવતા રહે છે જેથી અનેક આફતોનો સામનો કરવો પડે છે. પશુ, પક્ષી, પ્રાણીઓ અને માનવીને શુદ્ધ હવા મળે તે માટે પર્યાવરણની સુરક્ષા કરવી ખુબજ જરૂરી છે. આવતીકાલ તા.૦૫ જુન ૨૦૨૦ના રોજ પર્યાવરણ દિનના અનુસંધાને શહેરના નગરજનો, સામાજીક સંસ્થાઓ તથા વૃક્ષપ્રેમીઓએ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી પણ દર વર્ષે ઓગષ્ટ માસમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વૃક્ષોનું ખુબજ મહત્વ રહેલ છે અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. રાજ્ય સરકારે પણ રાજ્યમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવો અભિયાન હાથ ધરેલ છે.

પ્રદુષિત માહોલ અને પર્યાવરણ જાહેર સ્વાસ્થયને કેટલું નુકશાન કરે છે તેમજ શુદ્ધ પર્યાવરણ કેટલું લાભદાયી છે તેનાથી પણ આપણે સૌ વાકેફ છીએ. વૃક્ષો સમગ્ર સમાજના જાહેર હિતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણું શહેર પ્રદુષણ મુક્ત અને હરિયાળું બને તે માટે સૌ સાથે મળી શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા ગાર્ડન સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણીએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.