Abtak Media Google News

જૂનાગઢમાં 14 વર્ષના એક  સગીર કારચાલકે પોતાની કાર બેફામ ઝડપે ચલાવી પેટ્રોલિંગ કરી રહેલા જૂનાગઢના રીડર પીએસઆઇને અડફેટે લેતા, સારવાર દરમિયાન જૂનાગઢના પીએસઆઈ નું કરુણ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

છ દિવસ પહેલા જ રીડર પીએસઆઈ તરીકે ફરજ પર હાજર થયા અને કાળનો કોળીયો બન્યા

જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા તેના રીડર પીએસઆઇ ડી.કે.સિંગરેખયા સહિતનો પોલીસ સ્ટાફ ભવનાથ ક્ષેત્રના દામોદર કુંડ નજીક ખાાખ ચોક પાસે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક પુરપાટ ઝડપે આવતી કારે પીએસઆઈ ડી કે સિંગરેકયાને અડફેટે લેતા પીએસઆઇ ગંભીર  ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને લોહીીલુહાણ હાલતમાં તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

જુનાગઢ ડીવાયએસપીના રીડર પીએસઆઇના કરુણ મોતના સમાચારના પગલે સમગ્ર પોલીસબેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા.

જો કે આ ગોઝારા અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો અને કાર ચાલક માત્ર 14 વર્ષનો કિશોર હોવાનું, તથા તેના પિતા કોન્ટ્રાક્ટર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ સાથે પોલીસે અકસ્માત સર્જનાર હુંડાઈ આઇ ટ્વેન્ટી કાર નં. જીજે 27 કે 3144 ને જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

આ ઘટનાની દુખદ બાબત એ છે કે મૃતક પીએસઆઇ હજુ છ દિવસ પહેલા જ જુનાગઢ ડીવાયએસપીના રીડર પીએસઆઇની તરીકે હાજર થયા હતા અને ચાર મહિના બાદ નિવૃત્ત થવા જઈ રહ્યા હતા તેની નિવૃત્તિ નજીક હોવાથી તેઓ પરિવાર સાથે ખુશીથી રહેશે તેઓ પરિવારમાં ખુશીનો માહોલ હતો ત્યારે જ આ ગોઝારા અકસ્માત સર્જાતા પરિવારજમાં કલ્પાંત છવાયો છે.

દરમિયાન જૂનાગઢના ડિવાયએસપી. પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આજે સવારે મૃતક પીએસઆઈ. ના  વતન પોરબંદરના છાયા વિસ્તારમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.