Abtak Media Google News
  • સુરેન્દ્રનગરમાં સુરત-જામનગર ઈન્ટરસીટી અકેસપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ આપવા સાંસદને રજૂઆત

ઝાલાવાડનો મહત્વનો તાલુકો ગણાતા લખતરનેે રેલ સુવિધા અને રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે ખો અપાતી હોવાની લખતરવાસીઓ લાગણી અનુભવી રહ્યા છે.કેન્દ્રની સરકારમાં જીલ્લાના સાંસદ મંત્રીપદ હોવા છતા પુરતી રેલ સુવિધા મળતી ન હોવાની પણ લોક ફરિયાદ ઉઠવા પામી છે.

સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગર જીલ્લામાં કેટલીક ટ્રેનોના સ્ટોપ આપવામાં અન્યાય કરાતો હોવાની લાગણી વ્યકત થઈ રહી છે. જીલ્લાનો મહત્વનો તાલુકો ગણાતા લખતર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી સુરત-જામનગર ઈન્ટરસીટી એકસપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ આપવા સાંસદને લેખીત રજુઆત કરવામાં આવી છે, લખતરવાસીઓની આ વર્ષો જુની માંગણી રહી છે. પરંતુ સ્ટોપેજ અપાતુ નથી.

હાલમાં લખતરથી અમદાવાદ જવા માટે સવારે ટ્રેનની સુવિધા ન હોવાથી લોકોને ખુબજ મુશ્કેલી પડે છે, ખાસ કરીને અમદાવાદ તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓને ખુબજ પરેશાની વેઠવી પડે છે. આ અંગે વેસ્ટર્ન રેલ્વેના જી.એમ.તેમજ સંસદ સભ્યને અનેક વખત રજુઆતો કરવામાં આવી છે છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથીપરીણામે લખતર વાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત કોરોના કાળ દરમ્યાન ઓખા-અમદાવાદ-વડોદરા અને ઓખા મહેસાણા ટ્રેન બંધ કરી દેવાઈ હતી તે ફરી ચાલુ કરવાની પણ માંગ ઉઠી છે.
વિરમગામ-વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવવા અને લખતર રેલ્વેસ્ટેશનને સ્ટોપ આપવાની પણ માંગણી છે લખતરવાસીઓની આ માંગણીને ધ્યાનમાં રાખી સાંસદ અને રેલ્વેતંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લાગણી વ્યકત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.