Abtak Media Google News

પ્રજાના પ્રહરીની કદર

હાલમાં ઓમ કોલેજ ખાતે બી.કોમ, બી.સી.એ. અને પી.જી.ડી.સી.એ.ના કોર્ષ થાય છે: આગામી વર્ષથી વધુ 10 કોર્ષ કોલેજને મળે તેવો પુરી શકયતા

આજના સમયની મુખ્ય માંગ એટલે શિક્ષણ જો કે શિક્ષણની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે શિક્ષણ મોંધુ થતું જઇ રહ્યું છે. ત્યારે ગણ્યા ગાંઠયા લોકો છે કે જેઓ, શિક્ષણને ખરા અર્થમાં સમજીને પ્રજાના પહેરીની કદર કરે છે. ત્યારે રાજકોટની જ એક પ્રખ્યાત ઓમ કોલેજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શહિદ  પત્રકારોના સંતાનોને પ0 ટકા ફીમાં આજીવન ભણાવવામાં આવશે. હાલમાં ઓમ કોલેજ ખાતે બી.કોમ, બી.સી.એ., અને પી.જી.ડી.સી.એ.  ના કોર્ષ થાય છે. જો કે આ અનોખી પહેલથી હવે આગામી વર્ષથી ઓમ કોલેજને વધુ 10 નવા કોર્ષ મળે તેવી પુરી શકયતા છે.

આ સંદર્ભે ઓમ કોલેજના સંચાલક પરેશભાઇ રબારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવયું હતું કે, ઓમ કોલેજ કુવાડવા રોડ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન બી.કોમ., બીસીએ, પીજીડીસીએ સહીતના રોજગારી સભર અભ્યાસક્રમો સામાકાંઠા વિસ્તારમાં ચલાવે છે. માટે સમાજના દરેક વર્ગને આહવાન કરી રહીયા છે તેની માટે કંઇક કરી છુટવાની ભાવના આજે દરેક ભારતીયના દિલમાં રહેલી છે.

બીજી બાજુ દેશની અંદર ભારતની લોકશાહીને જીવંત રાખવા માટે પોતાના પુરો સમય સંઘર્ષમય રીતે પસાર કરતા પત્રકારો પણ ભારત દેશનો મજબુત પાયો છે. માટે આઝાદીના અમૃત મહોત્સવ નીમીતે સામાજીક જવાબદારીના ભાગરુપે ઓમ કોલેજ કુવાડવા રોડ રાજકોટના ટ્રસ્ટીઓ પરેશ રબારી, પરેશભાઇ હાપલીયા તથા કેતનભાઇ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકો અને શહીદોના સંતાનોને તેમજ લોકશાહીના ચોથા આધારસ્તંભ એવા તમામ ક્ષેત્રના પત્રકારોના સંતાનોને સરકાર દ્વારા મંજુર થયેલ ફીમાં પ0 ટકા સ્કોલરશીપ કાયમ માટે ગમે તે કોર્સમાં એડમિશન લેશે તેને આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.