Abtak Media Google News

ફ્લાઈટને લેન્ડ કરાવી પેસેન્જર અને ક્રુ મેમ્બર્સને સલામત રીતે બહાર કઢાયા, તપાસના અંતે બાતમી જ ખોટી હોવાનું પુરવાર થતા સુરક્ષા એજન્સીઓને હાશકારો

 

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો.  દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે ફ્લાઈટમાં બોમ્બ હોવાની બાતમી મળી હતી.  માહિતી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા એરપોર્ટ પહોંચી ગઈ હતી.  ફ્લાઈટની તપાસ બાદ બોમ્બ અંગેની માહિતી ખોટી હોવાનું જામવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ, મોસ્કોથી આવી રહેલી ફ્લાઈટ મોડી રાત્રે લગભગ 3.20 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થઈ હતી.  ફ્લાઇટ લેન્ડ થયા બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઉતારી દેવામાં આવ્યા હતા.  ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ બોમ્બ કે વિસ્ફોટકો મળી આવ્યા ન હતા.

દિલ્હી પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાત્રે મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ નંબર એસયુ 232માં બોમ્બ મળ્યો હતો.  ફ્લાઇટમાં લગભગ 386 મુસાફરો હતા જ્યારે 16 લોકો ક્રૂ મેમ્બર હતા.  માહિતી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને રેસ્ક્યૂ ટીમ લગભગ 2.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી.ફ્લાઇટ બપોરે 3.20 વાગ્યે દિલ્હીના રનવે 29 પર લેન્ડ થઈ હતી.  ત્યારબાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઉતારીને તપાસ કરવામાં આવી હતી, પરંતુ બોમ્બ મળ્યો ન હતો.  હાલમાં ફેક કોલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.