Abtak Media Google News

નમ્રમુનિ મહારાજ સા.ની નિશ્રામાં જૂનાગઢ ખાતે યોજાનાર દિક્ષા આજ્ઞા અર્પણ વિધિ ઓનલાઈન નિહાળી શકાશે

પ્રભુના દરબારમાં આઠ આત્માઓનાં પ્રવેશની તૈયારી થઈ રહી છે રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દશેરાના પાવન દિવસે આઠ મુમુક્ષુઓને માતા પિતા તરફથી દીક્ષાની મંજૂરી મળશે હજારો હજારો આત્માઓને સત્ય પમાડવાનો અને ૩૬-૩૬ આત્માઓને દીક્ષાના દાન આપી સંસારથી ઉગારવાનો પરમ ઉપકાર કરનારા દીક્ષાદાનેશ્ર્વરી રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ફરીને આઠ આત્માનાં સંયમ પ્રયાણની ઉદઘોષણા કરવામાં આવતા હજારો ભાવિકો ધન્ય બની ગયા હતા.

લાઈવના માધ્યમે દેશ વિદેશના હજારો ભાવિકોને સંયમધર્મનો બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવે દશેરાના દિવસે આઠ આત્માના સંયમ પ્રયાણનાં મંડાણ સ્વરૂપ સંયમ સંમતિ અવસરની ઉદઘોષણા કરી હતી દશેરાના પાવન દિવસે સવારના ૮.૩૦ થી ૧૧ કલાક દરમ્યાન ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.શ્રી જયંતમૂનિજી મહારાજ સાહેબની જન્મજયંતિના અવસર સાથે મુંબઈના મુમુક્ષુઓને અને બપોરના ૨.૧૫ થી ૪ કલાક દરમ્યાન રાજકોટના મુમુક્ષુઓ મળીને કુલ આઠ આત્માને તેમના માતા પિતા ગૂરૂચરણમાં શાસનનાં ચરણમાં દીક્ષાની અનુમતિ અર્પણ કરી ધન્ય બનશે. ૨૫મીએ જૂનાગઢ ખાતે યોજાનાર સંયમ સંમતિ અવસરનો કાર્યક્રમ ગિરનારની પાવન ધારાથી લાઈવના માધ્યમે દર્શાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.