Abtak Media Google News

આજનુ યુવાધન દિવસે-દિવસે ફાસ્ટ યુગ તરફ જઇ રહ્યુ છે ત્યારે સાથોસાથ કેટલાક યુવાનો પોતાના ઘર અને પરીવારના વધુ પડતા છુટાદોરના લીધે વ્યસનો તથા કુટેવો તરફ વળી જાય છે જોકે પોતે શ્રીમંતો જેવા શોખ કરવા જતા પોતાની જીંદગી નષ્ટ કરી રહ્યા હોય છે ત્યારે વધુ પડતુ યુવાધનમા આવતો આ ક્રેઝ અંતે યુવાનો માટે બઁબાદીનો રસ્તો જ હોય છે તેવામા યુવાનોના આવા ક્રેઝને રોકવા ખાસ પોલીસતંત્રને આગળ આવવુ પડે છે પરંતુ જ્યારે પોલીસ પોતેજ યુવાધનને બઁબાદીના રસ્તા પર લઇ જતા હોય ત્યારે આવતીકાલનુ ભવીષ્ય અંધકારમય જ સાબિત થશે. દેશના કેટલાક રાજ્યો અને શહેરોમા આવા અનેક કિસ્સાઓ હયાત છે જેમા મહિલાઓ સાથે રંગેરેલીયા અને દારુના નશામા ધુત નેતાઓ, સરકારાકી અધિકારીઓ ઝડપાયા છે ત્યારે વધુ એક કિસ્સો માલવણ-અમદાવાદ હાઇવે પર આવેલા રીસોટઁમા બન્યો છે.

જેમા ગત મોડીરાત્રે બજાણા પોલીસને બાતમીના આધારે માલવણ-અમદાવાદ હાઇવે પર આવેલ મોટી મજેઠી ગામ પાસે એક ખાનગી રીસોટઁમા દરોડો કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સહિત કુલ 22 મહિલાઓ તથા પુરુષો રંગરેલીયા મનાવતા નશાની હાલતમા ઝડપી પડાયા હતા. આ બાબતની વિસ્તાર પુવઁક વાત કરીએ તો માલવણ-અમદાવાદ હાઇવે પર આવેલ મોટી મજેઠી ગામ પાસે એક ખાનગી રીસોટઁમા કેટલાક મહિલાઓ તથા પુરુષો દારુની મહેફીલ માણતા હોવાની બાતમી બજાણા પોલીસને મળતા બજાણા-માલવણના પીએસઆઇ વી.બી.કલોત્રા તથા સ્ટાફ દ્વારા તુરંત રીસોટઁમા મોડી રાત્રે દરોડો કરતા ખાનગી રીસોટઁની અંદર ખુલ્લા કંપાઉન્ડમા કેટલાક શખ્સો નશાની હાલતમા જોવા મળ્યા હતા જેમા 4 મહિલાઓ પણ હતી.

Img 20180723 Wa0035

બજાણા પોલીસ દ્વારા દરોડો કરી 4 મહિલાઓ સહિત 22 શખ્સોને ઝડપી લીધા હતા તમામ મહિલાઓ તથા પુરુષો ખુબજ કઢંગી તથા નશાની હાલતમા રંગરેલીયા મનાવતા હતા. જેમા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પ્રશાંત સીંગરખીયા પણ પોલીસના હાથે ઝડપાયા હતા જોકે બજાણા પોલીસ દ્વારા તમામની અટકાયત કરતા 8 જેટલા શખ્સોને નશાની હાલતમા ઝડપી પાડી અન્ય મહિલાઓ સહિત 14 જેટલા શખ્સો પર નશાની શંકા હોવાની ફરીયાદ હાથ ધરી છે તમામની અટકાયત બાદ તપાસ કરતા 5 ફોરવ્હીલ કાર જેમા (1) મારુતિ સુઝુકી બ્રેઝા GJ3KC888, (2) મારુતિ સુઝુકી સ્વીફ્ટ GJ1RC4252, (3) હ્યુનડાઇ મોબીલીયો ટીવીટેક GJ18BF2235, (4) સેરવોલેટ બીટ GJ1RM1262, (5) નંબરપ્લેટ વગરની એમ કુલ પાંચ કારની કિંમત 5 લાખ રુપિયા ગણી તમામ કારને જપ્ત કરી હતી.

Img 20180723 Wa0048રીસોટઁમાથી નશાની હાલતમા ઝડપાયેલ શખ્સો

(1) ઇશાન સોહીલજી નારીયા(રહે:- અમદાવાદ)
(2) ઇરફાન રજાકભાઇ મેમણ રહે:- અમદાવાદ
(3) આનંદ ત્રિકમલાલ એન્જીનિયર રહે:- અમદાવાદ
(4) ફયાઝ અમદખાન રહે:- ગાંધિનગર
(5) દેવશી ગણેશભાઇ ચૌહાણ રહે:- પાટડી
(6) નિરવ પંકજભાઇ શાહ રહે:- અમદાવાદ
(7) પપ્પુ દેવાનંદ મરાઠી રહે:- અમદાવાદ
(8) શબ્બીરખાન નગરખાન જતમલેક રહે:- ગેડીયા

 મહિલા તથા પુરુષો રંગરેલીયા મનાવતા ઝડપાયા.

(1) આશીફખાન નશીબખાન જતમલેક રહે:- ગેડીયા
(2) બ્રિજેસ બીપીનભાઇ બારોટ રહે:-અમદાવાદ
(3) સદ્દામહુશેન યુનુશભાઇ મેમણ રહે:- અમદાવાદ
(4) દિનેશ ગોપાલભાઇ કણઝરીયા રહે:-અમદાવાદ
(5) સાજીતખાન સુલેમાનભાઇ તેલી રહે:- અમદાવાદ
(6) સમીરખાન હનીફખાન જતમલેક રહે:- ગેડીયા
(7) કુલદીપસિંહ દિલિપસિંહ રાજપુત રહે:-અમદાવાદ
(8) અયુબખાન એલમખાન જતમલેક રહે:- અમદાવાદ
(9) વિશાલ વિનોદભાઇ કરવાડે રહે:- અમદાવાદ
(10) દિવ્યાબેન નારાયણદાશ બારમતી રહે:- અમદાવાદ
(11) કશીશબેન બચુભાઇ ભટ્ટ રહે:- અમદાવાદ
(12) તન્નુ ફજરભાઇ શેખ રહે:-અમદાવાદ
(13) અંકિતા રાજેન્દ્રકુમાર શાહ રહે:- અમદાવાદ
(14) પ્રશાંત ચંદુભાઇ સીંગરખીયા(અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ) રહે:- અમદાવાદ

રીસોટઁમા રંગરેલીયા મનાવતા પીએસઆઇ સહિત અન્ય 4 મહિલાઓ તમામ પાટીઁના મુખ્ય આધાર હતા. જેમા હાલ મહિલાઓની તપાસ કરતા પોલીસને તમામ કોલગલઁ હોવાની શંકા છે. ત્યારે માત્ર આઠ શખ્સો પર જ નશામા હોવાની ફરીયાદ નોંધાતા અન્ય મહિલાઓ તથા પીએસઆઇ પર માત્ર નશાની શંકા હોવાની ફરીયાદ નોંધાવતા અનેક અટકળો ઉદભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.