Abtak Media Google News

લેખક, પત્રકાર, કવિ, કાર્ટૂનિસ્ટ પોત પોતાના ક્ષેત્રોનું જ્ઞાન રસપ્રદ શૈલીમાં રજૂ કરશે

ગુજરાતી ભાષા-સંસ્કૃતિનાં અનેરા ઉત્સવ સાહિત્યોત્સવનું પ્રેરણાધામ જૂનાગઢ ખાતે તા. ૧૦, ૧૧, ૧૨ આયોજન

ગુજરાતભર સહિત રાજકોટનાં લેખક, પત્રકાર, કવિ, કાર્ટૂનિસ્ટ પોતપોતાના ક્ષેત્રોનું જ્ઞાન રસપ્રદ શૈલીમાં રજૂ કરશે

રાજકોટનાં કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા કલા – મનોરંજન જ નહીં ઉપચાર વિષય પર તથા ભવ્ય રાવલ ડિજીટલ દિવાલનાં લેખકડા – માનસ પારખીને પીરસવાની આવડત પર વક્તવ્ય આપશે

On-The-Sidelines-Of-Abtak-Media,-Aura-Literature-Of-Gujarati-Language-Culture-Organized-Tri-Day-At-Junagadh
on-the-sidelines-of-abtak-media,-aura-literature-of-gujarati-language-culture-organized-tri-day-at-junagadh

ગુજરાતી ભાષા-સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત, સિનેમાનાં ભવ્ય-દિવ્ય વારસાનાં પ્રચાર-પ્રસાર જતન-સંવર્ધન હેતુ તા. ૧૦, ૧૧, ૧૨ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ પ્રેરણાધામ, જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત સાહિત્યોત્સવ કાર્યક્રમનું આયોજન સાહિત્યપ્રેમી નીતાબેન સોજીત્રા અને મેહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢનાં પ્રેરણાધામ ખાતે યોજાનારો ત્રિદિવસીય ત્રિવિધ સાહિત્યોત્સવ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય સો સંકળાયેલા નામી કલાકારો, નાટ્યકારો, સંગીતકારો, લેખકો, પત્રકારો, વક્તાઓને માણી શકશે. સાહિત્યોત્સવ કાર્યક્રમમાં રાજકોટનાં લેખક-પત્રકાર જ્વલંત છાયા, ભવ્ય રાવલ, કાર્ટૂનિસસ્ટ સંજય કોરિયા, કોલમનિસ્ટ અભિમન્યુ મોદી, પત્રકાર વિપુલ રાઠોડ, કવિ સંજુ વાળા, રાકેશ હાંસલિયા, લક્ષ્મીબેન ડોબરિયા, હર્ષિદાબેન ત્રિવેદી તા વિરલ શુક્લ પોતપોતાના ક્ષેત્રનું જ્ઞાન રસપ્રદ શૈલીમાં રજૂ કરશે.

ગુજરાતી સાહિત્યકારો, લેખકો, પત્રકારો, કવિઓ અને ગુજરાતી સિનેમા સાથે જોડાયેલાં દિગ્ગજો અલગ-અલગ સેશનમાં ૫૦ી વધુ વિવિધ વિષય પર પ્રકાશ પાડશે અને આશરે ૩૦૦૦થી વધુ સાહિત્યપ્રેમીઓ આ ઉત્સવની મુલાકાત લેશે જેમાં શનિવારે કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા કલા – મનોરંજન જ નહીં ઉપચાર વિષય પર તા રવિવારે ભવ્ય રાવલ ડિજીટલ દિવાલનાં લેખકડા – માનસ પારખીને પીરસવાની આવડત પર વક્તવ્ય આપશે.

જૂનાગઢનાં પ્રેરણાધામ ખાતે તા. ૧૦, ૧૧, ૧૨નાં રોજ વહેલી સવારે ૯ વાગ્યાી રાત્રીનાં ૯ વાગ્યા સુધી યોજાનારા સાહિત્યોત્સવ કાર્યક્રમમાં વૈવિધ્યસભર સત્રોને ચલાવવા માટે જે તે ક્ષેત્રના ૧૦૦થી વધુ નિષ્ણાંતો કલાકારો આવી રહ્યા છે. આ તકે સાહિત્યોત્સવના આયોજકો નીતાબેન સોજીત્રા અને મેહુલભાઈ પટેલ દ્વારા જૂનાગઢનાં પ્રેરણાધામ ખાતે યોજાનારા સાહિત્યોત્સવ કાર્યક્રમને જોવા જાણવા અને માણવા માટે ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ પ્રેમીઓને અચૂક પધારવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.