Abtak Media Google News

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી,જીપીએસસી,પોલીસ ઈન્સ્પેક્ટર તથા વર્ગ-1,2 અને 3ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ત્યારે જીપીએસસી દ્વારા લેવાયેલી નાયબ સેક્શન અધિકારી (સચિવાલય) વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ 154 ઉમેદવારોમાંથી 33 સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.Image 5

જીપીએસસી દ્વારા લેવાયેલી નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષામાં રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ 33 વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ 154 ઉમેદવારોમાંથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના 33 વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમાજ, પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટમાંથી તાલીમ મેળવીને પાસ થયેલા 33 ઉમેદવારોમાં 15 વિદ્યાર્થીની અને 18 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જીપીએસસીની નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષામાં પાસ થયેલા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના 33 વિદ્યાર્થીઓને સંસ્થા અભિનંદન પાઠવે છે. પાસ થયેલા વિદ્યાર્થીઓને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે અને સંસ્થામાં વધુને વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી છે. સમાજમાં કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ તથા પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ એકી સાથે સતત વિચાર-વિમર્શ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય અને તેમના પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સારો નાગરિક મળે તેવી ભાવનાથી સતત માનસિક અને શારીરિક હાજરી આપી રહ્યા છે. રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડીંગમાં 6 હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય તથા વાતાનુકુલિન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરીને તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં આ સંસ્થામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.