Abtak Media Google News

બોલી ચૂડિયા, બોલે કંગના…. અરે પણ આ કંગના બોલે છે જ શું કામ? કરન જોહનનો કટાક્ષ

કવીન કંગના રનૌટ અને હાર્ટથૅ્રોબ હ્રતિક રોશન વચ્ચેની કોલ્ડ વોર પૂરી થવાનું નામ જ લેતી નથી. હવે કંગના કહે છે કે હ્રતીક અને તેના પપ્પા માફી માગેકંગના રનૌટે બોલીવૂડના નંબર વન ફિલ્મમેકર કરન જોહર સાથે પણ બોલીને બગાડયું છે. તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા વંશવાદ એટલે કે નેપોટીઝમ અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ જોહર પર મૂકયો છે.તાજેતરમાં ન્યૂયોર્કમાં યોજાયેલા આઇફા એવોર્ડ ફેસ્ટીવલમાં કરન જોહર, વ‚ન ધવન અને સૈફ અલિ ખાને સ્ટેજ પરથી કંગના પર જબરો કટાક્ષ કર્યો હતો. કરન જોહરની જ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નું એક ગીત છે બોલે ચૂડિયા, બોલે કંગના, હાય મેં હો ગઇ તેરી સાજના… આ ગીતનો સંદર્ભ લઇને કરને કહ્યું હતું કે- કંગના બોલે છે જ શું કામ ???બાય ધ વે, કંગના રનૌટની બે ફિલ્મો આવી રહી છે. એક તો છે ‘સિમરન’જે રજૂઆત માટે બિલકૂલ તૈયાર છે. આમાં તે ગુજરાતી ક્ધયાનું પાત્ર ભજવી રહી છે. બીજી મહત્વની ફિલ્મ છે. મણિકર્ણિકા આમાં તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા નિભાવી રહી છે. સૌપ્રથમ કેતન મહેતાએ લક્ષ્મીબાઇનો રોલ કંગનાને ઓફર કર્યો  હતો. પરંતુ કંગાનાએ કેતન સાથે કામ ન કરવીને અલગ નામથી જ લક્ષ્મીબાઇ પરની ફિલ્મમાં કામ કરી રહી છે. આથી કેતન કંગનાને કોર્ટમાં ઢસડી ગયા છે. તેમણે કંગના પર સ્ટોરીનો આઇડિયા ચોરવાનો આરોપ મૂકી આર્થિક વળતર માટે દાવો કર્યો છે. કંગના રનૌટ એવી જ ફિલ્મોમાં કામ કરવા માગે છે જેમાં તે પોતે ‘હીરો’ હોય તેની આસપાસના કિરદાર સામાન્ય દરજજાના હોય તો જ કવીન જીતી શકે ને કંગનાની સિમરન અને લક્ષ્મીબાઇમાં આવું જ છે. બધું ફોકસ કંગના પર જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.