Abtak Media Google News

બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી કંગના રનૌત જેણે બોલિવુડની એક્ટિંગ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે પોતાની એક્ટિંગ માટે પદ્મ શ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે.કંગના રનૌત લાંબા સમય બાદ પોતાની ફિલ્મ ‘ ધાકડ’ સાથે બોલિવુડમાં ધૂમ મચાવવા જઈ રહી છે.

Kangana Ranaut Statter Dhaakad 1200 1

 

બોલિવુડની ફેમ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની આપકમિંગ ફિલ્મ ‘ ધાકડ ‘ નો ફોટો પોતાના સોશીયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં તે અત્યંત આકર્ષક લાગી રહી છે.તેના હાથમાં રાફેલ સાથે જ બ્લેક શૂટ અને પાછળ ફાયર બેકગ્રાઉન્ડમાં ઊભેલી જોવા મળે છે.

ફિલ્મ ધાકડ બાળ તસ્કરી અને મહિલા વિરુદ્ધના ગુના જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત હશે.
‘ ધાકડમાં’ કંગના રનૌત ઓફિસર ભૂમિકા ભજવતી જોવા મળશે.આ ફિલ્મમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ મુખ્ય ભૂમિકામાં ભજવી રહ્યા છે.આ થ્રિલર ફિલ્મના ડાયરે્ટર રજનીશ ઘાઈ છે.આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ કંગનાનાં ચાહકો આ ફિલ્મની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.ફિલ્મ ‘ ધાકડ ‘ 1 ઓકટોબર 2021નાં રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.