Abtak Media Google News

જેતપુર તાલુકા પોલીસે અમરનાગર થી ચારણિયા જતી એક કાર માં દેશી દારૂના જથ્થા સાથે એક સક્સ ને ઝડપી પાડ્યો હતો

જાણવા મળતી વિગત મુજબ નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ  તરફ થી દારૂ તથા જુગાર ની બદીને નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કો. ભુરાભાઇ તથા પો.કો.ધર્મેન્દ્રભાઇ  નાઓને બાતમી હકકીક મળેલ કે વડીયા તરફ થી એક સફેદ કલર ની સેન્ટ્રો કાર રજી.ન. જી.જે.૦૫.સી.એફ.૨૮૩૧ વાળીમા દેશી દારૂ ભરીને નિકડનાર છે તેવી હકીકત મળતા અમરનગર ગામે આવી ચારણીયા જવાના રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન સદરી હકીકત વાળી ગાડી નિકડતા તેને રોકવાનો ઇસારો કરતા રોકાયેલ નહી અને દેવળા ગામ તરફ જવાના રોડ ઉપર ભાગેલ હોય

Advertisement

તેનો પીછો કરી દેવળા ગામ જવાના રોડ ઉપર સદરી કાર ઉભી રખાવી કલાક ૧૨/૪૫ વાગ્યે ચેક કરતા દેશી દારૂ ભરેલ નાના મોટા બાચકાં નગ ૧૦ પડેલ હોય જે બધા  બાચકા ખોલી જોતા તેમાંથી પાચ પાચ લીટરની  ક્ષમતાવાળા વાળા  પારદર્શક કેફી પવાહી ભરેલ બુગીયા નગ ૮૦ ભરેલ હોય જે કુલ દેશી દારૂ લી.૪૦૦ કિ.રૂ.૮,૦૦૦/ તથા સેન્ટ્રો કાર રજી નંબર જી.જે.૦૫.સી.એફ.૨૮૩૧ ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/ ગણી કુલ મુદામાલ રૂ.૧,૦૮,૦૦૦/  સાથે આરોપી સમીર અહેમદ આરબ જાતે મુસ્લિમ ઉ.વ.૩૦  રહે દાતાર રોડ સંજય ગેસ ગોડાઉનની બાજુમાં જુનાગઢ વાળા ને પકડી પાડેલ છે તેમજ સદરી દારૂ ભરી આપનાર કાળા દેવાયતભાઇ મોરી રહે.પંચેશ્વર જૂનાગઢ વાળો પકડવા પર બાકી છે આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા  તથા હેડ કોન્સ ભુરાભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ  વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.