Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં એક તરફ આકરો તડકો અને બીજી તરફ ઉકળાટને કારણે લોકો અકળાયા છે. સૌરાષ્ટ્રમાં લોકો ધોધમાર વરસાદની લોકો રાહ જોઇ રહ્યા છે. ત્યારે લાઠીમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું.

ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાવાણી બાદ સારા વરસાદથી ખેડૂતો પણ ખુશીમાં આવી ગયા છે. લાઠીમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. લાઠીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.