Abtak Media Google News

વંથલી નજીકની કોયલી ફાટક પાસે બુધવારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં એક કારના ચાલકે આગળ જતા ખટારાના ઠાઠ પાછળ કાર અથડાવી દેતા કોયલી ગામના એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર ઇજા થવા પામી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે રાત્રિનાના એકાદ વાગ્યાના અરસામાં વંથલી નજીકની કોયલી ફાટક પાસે સ્વીફ્ટ કારના ચાલક દ્વારા પોતાની જી.જે. ૬ એફ.ઓ. ૭૫૯૦ નંબરની સ્વીફ્ટ કાર પુરપાટ ઝડપે ચલાવી, આગળ જતા ટ્રકના ઠાઠા પાછળ જોરદાર ધડાકા સાથે અથડાવી દેતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે ને ઇજા થઈ હતી, જ્યારે  વંથલી તાલુકાના કોયલી ગામે રહેતા સમીરભાઈ રામદેભાઈ ઓડેદરા (ઉ.વ. ૩૨)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક નાસી છુટ્યો હતો, અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.