Abtak Media Google News

રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા રીબડા પાસે બંધ ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલ ઘુસી જતા બંગાળી એસોસીએશનના પ્રમુખનું મોત નિપજયું હતુ જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં અને ચારને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જયારે ૧૦ વ્યકિતઓને નાની મોટી ઈજા પહોચી છે. બંગાળીક રીગરો દિવથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કલકતાના વર્ધમાન સિટીમાં રહેતા અને હાલ રાજકોટ સોની બજારમાં સોની કામ કરતા તેમજ બંગાળી કારીગર એસો.ના પ્રમુખ મૌફીકભાઈ અને હિરૂભાઈ સહિત ૧૮ બંગાળી કારીગરો રવિવારની રજા હોવાથી દિવ ફરવા ગયા હતા.Img 20180806 Wa0003

દિવથી ટેમ્પો ટ્રાવેલમાં રાજકોટ પરત ફરતી વેળાએ ગોંડલ નજીક આવેલા રીબડા ગામ પાસે જી.જે. ૧૮ એવાય ૧૯૩૩ નંબરનાં બંધ ટ્રક પાછળ ધડાકાભેર ટેમ્પો ટ્રાવેલ અથડાઈ હતી.

આ ગમ્ખાવર અકસ્માતમાં ચાલકની બાજુમાં બેઠેલા બંગાળી કારીગર એસો.ના પ્રમુખ મૌફીકભાઈનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.

જયારે ઘવાયેલા ૧૦૮ મારફતે રાજકોટ અને ગોંડલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચારની તબીયત ગંભીર હોવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને સીવીલમાં ખસેડવામાં આવેલા આઠની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્ય ૧૦ને નાની મોટી ઈજા પહોચી છે.

આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથક્ધા સ્ટાફે થતા ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફીકને કલીયર કરી ઘવાયેલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ પીએસઆઈ મીઠાપર સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.