Abtak Media Google News

સ્વૈચ્છીક સંસ્થાએ કલેકટર વિરુધ્ધ મોરચો માંડતા યુધ્ધનાં ધોરણે તમામ શાળામાંથી સર્ટીફીકેટ ઉઘરાવાયા

કોર્પોરેટ કચેરીને ટક્કર મારે તેવી જિલ્લા કલેકટર કચેરીમાં ગુણવત્તાસભર સેવાઓ આપવામાં આવતી હોવાનું સાબીત કરવા વર્ષ ૨૦૦૯માં લેવામાં આવેલું આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટની મુદત પૂરી થવા છતાં કચેરીમાં આ સર્ટીફીકેટો ટીંગાતા હોય એક સ્વૈચ્છીક સંસ્થાએ તંત્રની પોલ ખોલી નાખતા આખુ કોળુ શાકમાં કહેવત સાચી ઠરી છે. જો કે, રહી રહીને જાગેલા તંત્રએ આજે તમામ બ્રાંચમાંથી આઈએસઓ સર્ટીફીકેટ ઉતરાવી લીધા હતા.Img 20180806 Wa0070

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના શ્રોફ રોડ પર નિર્માણ થયેલી જિલ્લા કલેકટર કચેરી દશકા પૂર્વે ૮ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી હતી અને અમદાવાદની એજન્સી મારફતે જિલ્લા કલેકટર કચેરીએ વર્ષ ૨૦૦૯માં આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટ મેળવ્યું હતું. આ સર્ટીફીકેટ મેળવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ ગુણવત્તાસભર સેવાઓના નામે તંત્ર કચેરીમાં આવતા અરજદારોને ધક્કા ખવડાવ્યા વગર કામ કરતી ન હોવાનું જગજાહેર છે ત્યારે આ સર્ટીફીકેટની વેલ્યુ શું ? તે મોટો પ્રશ્ર્ન છે.Img 20180806 Wa0065

દરમિયાન જિલ્લા કલેકટર કચેરી રાજકોટ દ્વારા ૨૦ જુલાઈ ૨૦૦૯ના રોજ સર્ટીફીકેટ મેળવ્યા બાદ આ સર્ટીફીકેટ ૨૦ જુલાઈ ૨૦૧૫ના રોજ રીન્યુ કરાયું હતું. જેની મુદત ૧૯ જુલાઈ ૨૦૧૮ના રોજ પૂર્ણ થતી હોવા છતાં કલેકટર કચેરીના જવાબદાર સત્તાધીશો દ્વારા રૂ.૧૫ થી ૨૦ હજારના ખર્ચે આ સર્ટીફીકેટ રીન્યુ કરાવવાનું ભૂલી જતાં હવે કચેરીમાં ફરીથી ર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવ્યા બાદ જ પુન: આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટ મળી શકે તેમ હોવાનું તેમજ આ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે.

આશ્ર્ચર્યજનક બાબત એ છે કે કલેકટર કચેરીની પુરવઠા ઝોનલ કચેરીમાં જાવ કે પછી અન્ય કોઈ બ્રાન્ચમાં જાવ કચેરીમાં આવતા અરજદારોને એક ધક્કામાં કયારેય કામ પૂરા થતાં નથી. આ સંજોગોમાં આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટ મેળવવા પાછળની ઘેલચ્છા શા માટે ? અને આવું સર્ટીફીકેટ મેળવીને ફાયદો શું ? તે પણ અણીયારો સવાલ છે.

બીજી તરફ રાજકોટની મતદાર એકત મંચ નામની સંસ્થા દ્વારા આ મામલે તા.૧૭ જુલાઈના રોજ જિલ્લા કલેકટરને લેખીત પત્ર પાઠવી આઈએસઓ સર્ટીફીકેટ અંગે સવાલો ઉઠાવ્યા હતા તેમજ જો આ સર્ટીફીકેટ રીન્યુ કરાવવામાં આવશે તો કચેરીમાં જયાં જયાં આવા સર્ટીફીકેટ લાગેલા છે તેવી તમામ બ્રાંચમાં ભારતીય બંધારણમાં આમુખને ચોટાડી દેવામાં આવશે તેવી સ્પષ્ટ ચિમકી આપવામાં આવી હતી.

દરમિયાન આજે જિલ્લા કલેકટર કચેરીની તમામ બ્રાંચમાંથી યુદ્ધના ધોરણે આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટો ઉતારી લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.