Abtak Media Google News

પ્રથમ સંવાદમાં કુદરત એક મહાસતા વિષય પર વકતા જવલંત છાયાનો ૧૩,૦૦૦થી વધુ લોકોએ ઓનલાઇન લાભ લીધો: આગામી રવિવારે ડો. કમલ પારેખ ‘જીંદગી ના મિલેગી દોબારા’ વિષય પર સંવાદ યોજશે

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા સમાજમાં કોરોનાના ભયને લીધે પ્રસરેલી નકારાત્મકતા દુર કરવા અને જીનિયસ સંવાદ શિર્ષક હેઠળ દર રવિવારના રોજ વ્યક્તિ વિશેષ સો ઓનલાઇન સંવાદ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાતો હોય, લોકો તેમના ઘરે બેસી આ કાર્યક્રમ માણી શકે છે, તેમજ વ્યક્તિ વિશેષ સો તેમના મુંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકે છે.

આગામી રવિવાર ને તા. ૦૭ જુન ૨૦૨૦, ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સટર્લીંગ હોસ્પીટલના પૂર્વ મેડિકલ ડિરેક્ટર ડો. કમલ પરિખ કે જેઓ અત્યારે અમેરીકા ખાતે સ્થાયી છે. તેમના દ્વારા અમેરીકા ખાતેી ઝિંદગી ના મિલેગી દોબારા શિર્ષક હેઠળ લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સંવાદ શ્રેણી અંતર્ગત જે-તે ક્ષેત્રના મહાનુભવ સો જીનિયસ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલની ફેઇસબુક પેઇજ ઉપર તા જીનિયસ કનેકટ યુ-ટ્યુબ ચેનલ ઉપર ઓનલાઈન સંવાદનું આયોજન કરવામાં આવે છે. ગત રવિવારે નેચર-ધ સુપર પાવર અર્થાત કુદરત-એક મહાસત્તા આ શિર્ષક સાથે વકતા-પત્રકાર જવલંત છાયા સાથે સંવાદ યોજાયો હતો.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજીત સેશન્સમાં ૬૦૦૦ થી ૧૩૦૦૦ જેટ્લા લોકો જોડાય અને વાર્તાલાપનો લાભ મેળવે છે.

આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સ્ંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના સેકશન હેડ કાન્ત તન્ના તથા એડમીન અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.