Abtak Media Google News

Table of Contents

ભાજપે વડાપ્રધાન પદનાં ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ મોદીને જાહેર કરી દીધા છે અને ચુંટણી લડી રહ્યું છે સામાપક્ષે કોંગ્રેસ કે મહાગઠબંધને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા નથી: મહાગઠબંધનનાં તમામ નેતાને વડાપ્રધાન બનવાના અભરખા

અગાઉ છાશવારે ભારત સામે ડોળા કાઢતું ચીન પણ નરેન્દ્રભાઈ સામે મીયાની મીદડી: પાકિસ્તાનને પણ તેના કર્મોનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા આપવામાં આવ્યો છે : એટલે જ મારો મત ભાજપને એવી દેશપ્રેમીઓની લાગણી

ગરીબો, ખેડુતો અને મધ્યમ વર્ગની ખેવના કરતી સરકાર એટલે મોદી સરકાર: વિકાસમાં વિશ્ર્વભરમાં ભારતનો ડંકો વાગ્યો: અગાઉ એકબીજા સામે જોવા પણ રાજી નહોતા તેવા તકવાદી નેતાઓ નરેન્દ્રભાઈને હરાવવા એક મંચ પર આવ્યા

મુલાયમ, માયાવતી, અખિલેશ, મમતા, લાલુપ્રસાદ સહિતનાં નેતાઓ તકવાદી રાજકારણી: પાંચ વર્ષના શાસનમાં મોદી સરકાર સામે એક પણ કૌભાંડ કે ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી

દેશનું હિત જોખમાય તેવી એક પણ સમજુતી નરેન્દ્રભાઈ મોદી કરતા નથી તેવું ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કબુલી ચુકયા છે: પાંચ વર્ષમાં દેશનાં એક પણ ખૂણામાં આતંકી હુમલા થયા નથી

વર્ષ-૨૦૧૪માં પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં સતારૂઢ થયેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં પાંચ વર્ષના શાસનકાળમાં દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. એક પણ કૌભાંડ કે ભ્રષ્ટાચાર વિના પાંચ વર્ષમાં પારદર્શક વહિવટ આપ્યો છે. ભાજપ લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાનપદ તરીકે નરેન્દ્રભાઈ મોદીને જાહેર કર્યા છે તો સામાપક્ષે કોંગ્રેસ અને મહાગઠબંધન જાણે વરરાજાની વિનાની જાન લઈને નિકળ્યું હોય તેમ તેમાં વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. જો દેશમાં ફરી રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી તથા વિકાસ જોઈતો હોય તો તેનો એકમાત્ર પર્યાય નરેન્દ્રભાઈ મોદી છે. કેન્દ્રમાં ફરી બહુમત સાથે ભાજપની સરકાર બનશે તો ભારત વિશ્ર્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બની બહાર આવશે.

Advertisement

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, ખેડુતો, વેપારીઓ અને મધ્યમ વર્ગીય લોકો માટે કરેલા કાર્યોથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના પેટમાં રીતસર તેલ રેડાયું છે. આઝાદીના ૭૦ વર્ષ સુધી માત્ર ને માત્ર મતની રાજનીતિ કરતાં પક્ષોને નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ સાથે બરોબર સબક શીખવાડયો છે. તેઓની કાર્યશીલતાને કારણે આજે અગાઉ એકબીજા સામે જોવા પણ રાજી ન હતા તેવા નેતાઓ આજે એક મંચ પર આવ્યા છે. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈએ સંપુર્ણ રાજકીય સ્થિરતા આપી છે. આ સ્થિરતાને બગાડવા માટે વિપક્ષોએ સમુહ મેળો ભેગો કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

વડાપ્રધાનનાં ઉમેદવાર જાહેર કર્યા વિના જ વિપક્ષ લોકસભાની ચુંટણી લડી રહ્યું છે તે વાત બતાવે છે કે, વિપક્ષમાં બધા નેતાઓને મનમાં વડાપ્રધાન બનવાનો અભરખો છે. રાજકીય સ્થિરતા ઉપરાંત નરેન્દ્રભાઈએ રાષ્ટ્રીય સલામતી અને સુરક્ષા તથા દેશને વિકાસ આપ્યો છે. અગાઉ છાશવારે ભારત સામે ડોળા કાઢતું ચીન નરેન્દ્રભાઈ મોદી સામે મીયાની મીદડી થઈ ગયું છે. પાકિસ્તાનની પુછડી પણ દબાઈ ગઈ છે. પાકિસ્તાનને એક-એક કૃત્યનો સર્જિકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશના એક પણ ખુણામાં આતંકી હુમલો થયો નથી જે સાબિત કરે છે કે, નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય સુરક્ષાને કેટલું પ્રાધાન્ય આપે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ એ વાત કબુલી ચુકયા છે કે, ભારત સાથે વેપાર કરવામાં અમને કોઈ આર્થિક ફાયદો થતો નથી. કારણકે દેશહિતને નુકસાન થાય તેવી એક પણ સમજુતી નરેન્દ્રભાઈ મોદી કરતા નથી. આ વાત એ સુચવે છે કે, નરેન્દ્રભાઈના હૈયે દેશનું હિત સૌપ્રથમ રહેલું છે. પાંચ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ દેશને રાજકીય સ્થિરતા અને સુરક્ષા આપી છે તેનાથી વાત નિશ્ચિત બની ગઈ છે.

કે ફરી તેઓ પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવશે. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે અગાઉ એકાબીજાના ખુનના પ્યાસી એવા નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે. મુલાયમસિંહ યાદવ, માયાવતી, અખિલેશ, અરવિંદ કેજરીવાલ, તેજસ્વી યાદવ, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા સહિતના કહેવાતા લોક નેતાઓ પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે મહાગઠબંધનના રથ પર સવાર થયા છે. વાસ્તવમાં આ ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે. સમુહ મેળો ભેગો થયો હોવા છતાં વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી શકયા નથી.

રાહુલ ગાંધીને ખુદ કોંગ્રેસના નેતાઓ જ વડાપ્રધાન સ્વિકારવા રાજી નથી તો અન્ય સાથી પક્ષો કયાંથી સ્વિકારે તે પણ પાયાનો સવાલ બની ચુકયો છે. આ સમુહ મેળાને રાષ્ટ્રીય સલામતી કે સુરક્ષા, રાજકિય સ્થિરતા કે વિકાસ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી તેઓ તો માત્ર પોતાની રાજકીય કારકિર્દીને જીવંત રાખવા દેશની જનતાને છેતરવા નિકળ્યા છે. ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. વસ્તીમાં પણ વિશ્વમાં બીજો ક્રમાંક છે. ધાર્મિક અને ભાષાકીય વિવિધતા દેશની સૌથી મોટી તાકાત છે. આવામાં ભારતને મજબુત અને શકિતશાળી નેતાની આવશ્યકતા છે જેના ગુણ એક માત્ર નરેન્દ્રભાઈ મોદીમાં છે.

દેશને રાજકિય સ્થિરતા, સલામતી અને સુરક્ષા તથા વિકાસ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી આપે શકે તેમ છે. બાકી વરરાજા વિનાની જાન લઈને નીકળેલા વિપક્ષમાં તો પોતાના માંધાતા નેતાઓને જીતાડવાની તેવડ પણ હવે રહી નથી. મોદી લહેરમાં પોતાની નિશ્ચિત હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી પણ આ વખતે બે-બે બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે તે દેશનો મિજાજ સાબિત કરે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ સૌરાષ્ટ્રને ખોબલા મોઢે આપ્યું: મોહનભાઈ કુંડારીયા પણ સાથી બનીને ઉભા રહ્યાUntitled 1 37

રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી જયારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓએ રાજકોટ અને સૌરાષ્ટ્રને સુવિધા આપવામાં કયારેય પાછી પાની કરી નથી. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના વિવિધ જળાશયો ભરવા, રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ, આધુનિક બસપોર્ટ, નવી જીઆઈડીસી, એઈમ્સ, રેસકોર્સ-૨ સહિતની સુવિધાઓ આપી છે તો રાજકોટના સાંસદ તરીકે મોહનભાઈ કુંડારીયા પણ પાંચ વર્ષમાં એક સાચા સાથીદાર તરીકે સતત લોકોના પડખે ઉભા રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.