Abtak Media Google News

દેશમાં પ્રદૂષિત 100 સ્થળ પર ધમધમતા અને બેરોકટોક પ્રદૂષણ ફેલાવતા એકમોને તત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે અને તેમની પાસેથી પ્રદૂષણને દૂર કરી પુન: સ્વચ્છ સ્થિતિમાં લાવવા માટેનું વળતર પણ વસૂલ કરો તેવો સ્પષ્ટ આદેશ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વાપી, સુરત,રાજકોટ અને ભાવનગર ખાતે આવેલા ઔદ્યોગિક ક્લસ્ટરમાં પ્રદૂષણ વધુ હોવાનું બહાર આવ્યું હતું.

દેશભરમાં 100 જેટલા ક્લસ્ટરમાં પ્રદૂષણની માત્ર હદ વટાવી ગઇ છે, તેમજ આ પ્રદૂષણને નાથવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પગલાં લેવાં મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઇ હતી. થોડા દિવસ પહેલા જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપેલા આદેશમાં એવી સ્પષ્ટતા કરી છેેકે, પર્યાવરણીય કાયદાઓનું પાલન કર્યા સિવાય ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. એટલું જ નહીં રેડ અને ઓરેન્જ કેટેગરીમાં આવતા ઉદ્યોગોને ઉત્પાદનનું તેમજ વિકસાવવાનું કામ અટકાવી દેવા તેમજ વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસૂલાયેલા વળતરમાં ટ્રિબ્યુનલે દર્શાવેલા પેરામીટર પ્રમાણે જ વળતર વસુલવામાં આવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.