Abtak Media Google News

પ્રમુખસ્વામીનગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભા યોજાઇ

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ‘સેવા દિન’ની વિશિષ્ટ સભાનો આરંભ બીએપીએસના સંગીતવૃંદ દ્વારા 4:45 વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો.

Advertisement

પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર બીએપીએસના પૂ.આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્યની ઝાંખી કરાવતાં કહ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે અક્ષરધામ વિદ્યમાન છે તે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ છે જે પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યોમાં યશકલગી સમાન છે. અક્ષરધામ તે પ્રમુખસ્વામી મહારાજના કલ્યાણકારી કૌશલ્યનું પ્રતીક છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજ વિશ્ર્વકર્માસ્વરૂપ સંત હતા.

Screenshot 10 21

મંદિર નિર્માણમાં જોડાયેલા સોમપુરા સમાજના મહાનુભાવોએ પણ સ્વીકાર્યું કે “અમે મંદિરનું જેવું ચિત્ર કાગળ પર દોરીએ તેવું આબેહૂબ મંદિર માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ નિર્માણ કરી શકે. પ્રમુખસ્વામી મહારાજ સમયની રીતે, ચોકસાઈની રીતે તેમજ વ્યાપની રીતે  કાર્યકુશળતા ધરાવતા હતા. નજર સાગર સામે હોય પરંતુ સાથે વહેતા ઝરણાને પણ ભૂલે નહિ એવી પ્રમુખસ્વામી મહારાજની દ્રષ્ટિ હતી. પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરધામ નિર્માણનો હેતુ એ હતો કે ,”સૌનું જીવન ઘડતર થાય અને સૌને જીવન દિવ્ય બનાવવાની પ્રેરણા મળે” આમંત્રિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.

પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હતું અને શુદ્ધભાવે અને પ્રમાણિકપણે સમાજ સેવા કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “નિ:સ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરવાની છે”

Screenshot 9 25

ભગવાન રાજી થાય એ વાત મનમાં રાખીને સેવા કરવી અને પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ ભક્તિભાવથી સમાજસેવાનું કાર્ય કર્યું છે. “આપણું કાર્ય ભગવાન જાણે છે એ ધ્યેય રાખીને આપણે સેવા કરવી જોઈએ” નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  બીએપીએસ મહિલાપ્રવૃતિ દ્વારા ડો. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડો. રતનકંવર ગઢવિચરન (આઇએએસ એમબીબીએસ)  ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના  સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ  ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે, એમએસએમઇ ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે.

તેમણે જણાવ્યું કે ‘ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ 200 વર્ષ પહેલાં વાવ્યાં હતા તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણ નિસ્વાર્થભાવે શક્ય એટલી સેવા કરવી જોઈએ.

Screenshot 11 21 આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા  કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું,  પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 2-3  કાર્યક્રમમાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની અમી નીતરતી આંખો હ્રદય સોંસરવી ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ સમગ્ર વિશ્ર્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે. અબુધાબીમાં નિર્માણાધીન બીએપીએસ હિન્દુ મંદિરને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આવા સર્જનના સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અમી પટેલે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદ્રઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી. તેમણે જણાવ્યું એ યાદ રાખવું આવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.