Abtak Media Google News

લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરનારા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવા ઉના  આરોગ્ય વિભાગ દ્વારા જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને નકલી ડોક્ટર વિરુદ્ધ કામગીરી સરાહનીય છે ત્યારે ગુજરાતની સાડા છ કરોડ જનતાના આરોગ્ય સાથે જોડાયેલ મેડીકલ સ્ટોર્સમાં પણ કાયદા અને નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે, ત્યારે આવા તત્વો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય એ ઈચ્છનીય છે ડ્રગ એન્ડ કોમેટિક એક્ટ 1940 અને ફાર્મસી એક્ટ 1948 મુજબ ફાર્માસિસ્ટ જ દવાનું વિતરણ કરી શકે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યારે ગુજરાતમાં મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થઈ રહ્યું છે.

ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે આપનાર અને મેકીકલ ચલવનાર સામે લાલ આંખ કરો આવી પ્રવૃત્તિઓથી

ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી મેડીકલ સ્ટોર્સ ખોલી ડમી ફાર્માસિસ્ટ બની જનતા સાથે વિશ્વાસઘાત કરી એમના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આવા લેભાગુ તત્વોએ નોબલ ગણાતા દવાના વ્યવસાયને કલંકિત કર્યો છે વધુ નફો રળવાની લ્હાયમાં કોડીન કફ સિરપ , નાઈટ્રાઝપામ, અલપ્રાઝોલમ જેવી નશાના ઉપયોગ માં લેવાતી તેમજ ગર્ભપાતની દવાનું ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન વિના બેરોકટોક વેચાણ કરી રહ્યા છે. મહામારીના સમયમાં આવા લોકો દવાઓની અને અન્ય સંસાધનોની સંગ્રહખોરી કરીને ખુબ જ ઊંચી કિંમતે તેમજ કાળાબજાર કરી જનતાને લૂંટે છે.

મેડિકલ સ્ટોર્સમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવાની તેમજ દેખરેખ રાખવાની જવાબદારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની છે પરંતુ રાજ્યના મેડિકલ સ્ટોર સામે  ડ્રગ ઇન્સ્પેકટર ઓછા હોવાથી યોગ્ય તપાસ તેમજ કાર્યવાહી થતી નથી .ફાર્માસિસ્ટ ની ફૂલ ટાઈમ હાજરી મેડીકલ સ્ટોર્સમાં આવશ્યક ગણાય પરંતુ હકીકત માં તેઓ અન્યત્ર નોકરી ધંધો કે અન્ય પ્રવૃતિ કરતાં હોય છે રાજ્યમાં ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સ માટે માન્યતા આપવા સમયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફાર્માસિસ્ટ પાસે થી સોગંદનામું કરાવવામાં આવે છે છતાં એનો ભંગ કરી પોતાના અંગત સ્વાર્થ માટે લાયસન્સ ભાડે આપવામાં આવે છે જે જઘન્ય અપરાધ છે .

કોરોના જેવી મહામારીમાં પ્રાઇવેટ દવાખાનાઓ કોવિડ સેન્ટરમાં ફેરવાઇ ગયા છે અને આ દવાખાના સંલગ્ન મોટા ભાગના મેડીકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટ ના ભાડાના લાયસન્સ ઉપર ચાલે છે અને અનક્વોલિફાઇડ વ્યક્તિ દ્વારા નિયમ વિરુદ્ધ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લાયસન્સ ભાડે આપનાર અને લેનાર પોતાના અંગત સ્વાર્થ માટે ભોળા લોકોને જાણે અજાણે રોગી બનાવવામાં માધ્યમ બની રહ્યા છે શુ પહેલું સુખ નિરોગી કાયા એ દરેક નાગરિક નો અધિકાર નથી? ફાર્માસિસ્ટ નિયમ વિરુદ્ધ લાયસન્સ ભાડે આપી રહ્યા છે તેમજ સોગંદનામાનો ભંગ કરી રહ્યા છે લેભાગુ વ્યક્તિઓ મેડીકલ સ્ટોર્સમાં ડમી ફાર્માસિસ્ટ બની દવાનું વેચાણ કરી જનતા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.