CBSE નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 1200થી વધુ તરવૈયાઓના કૌશલ્યનું શાનદાર પ્રદર્શન

રાજકોટ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો અને ગુજરાત સ્વિમિંગ એસો અને એક્રોલોન્સ કલબના સહયોગથી તા .21 થી 24 જાન્યુઆરો દરમિયાન યોજાયેલ એકોલોન્સ સી.બી.એસ.ઇ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપનો રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે તા .24 જાન્યુઆરી , મંગળવારના રોજ સાંજે પૂર્ણાહુતિ સમાંરભ યોજાયો હતો . જેમાં રાજકોટના નામાંક્તિ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર  અમિતભાઈ અરોરા , સોનમ ક્વાર્ટસ લિ . ના ચેરમેન  જયેશભાઇ શાહ ક્લાસિક ગ્રુપના એમડો ટ્રો સ્મિતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

સાઉથ ઝોન-2 કુલ  784 પોઈન્ટ સાથે ચેમ્પિયન ફાર ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન 66 પોઈન્ટ સાથે રનરઅપ

આ એકોલોન્સ નેશનલ સી.બી.એસ.ઇ ચેમ્પિયનશીપને સફળ બનાવવામાં સ્વિમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસોડન્ટ  કમલેશ નાણાવટી સેક્રેટરી રાજકુમાર ગુપ્તા , અને સમગ્ર ટેકનિકલ ટીમનું ખાસ સન્માન કરવામાં આવેલું . આ પ્રસંગે રાજકોટ સ્વિમીંગ એસોસિએશન ના તમામ હોદ્દેદારોને પણ સન્માનિત કરવામાં આવેલા . આ ઉપરાંત જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સનો ઓર્ગેનાઇઝીંગ ટીમ , લોજીસ્ટીક ટીમ તેમજ રજીસ્ટ્રેશન ટીમ નું પણ ખાસ સન્માન કરવામાં આવેલું રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમંગ એસોસીએશનના  બંકિમભાઈ જોષી ,  નિર્મીશભાઇ ભારદ્વાજ  અમિતભાઇ સોરઠીયા  મૌલીકભાઈ પ્રકાશભાઈ કલોલા ,  દિનેશભાઇ પટેલ એ આ નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપને સફળ બનાવવામા સહયોગ આપ્યો હતો આ સાથે જ જીનિયસ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ ના વિદ્યાર્થીઓ કે જેમણે આ આખી ચેમ્પીયનશીપનું ઓન ફલોર મેનેજમેન્ટ કરેલું , તે તમામને મહાનુભાવો અને સ્પર્ધકોએ બિરદાવ્યા હતા .

આ પૂર્ણાહુતિ સમારંભમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો . અરુણ મહેશ બાબુ એ આયોજનની ઉત્કૃષ્ટતાને બિરદાવી હતી અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન પણ રાજકોટના આંગણે થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતો . તેમજ વિજેતા ટીમને ખુબ પ્રોત્સાહિત કરેલ . આ પ્રસંગે સ્વિમિંગ ચેમ્પીયનશીપ ઇવેન્ટના ચેરમેન  ડી . વી . મહેતા એ તમામ સ્પર્ધકો વિજેતાઓ , તેમના વાલીઓ , કોચ મેનેજર્સ , ટેકનિકલ ટીમ સી.બી.એસ.ઈ ઓફીશ્યલ્સ , રાજકોટ સ્વિમીંગ એસોસીએશનના તમામ હોદ્દેદારો , રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન , એ.આર.શાહ હોમિયોપેથી કોલેજ , રાજકોટ પોલિસ વગેરેનો ખાસ આભાર માનેલ અને ભવિષ્યમાં પણ આવી રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ યોજવાની કટીબધ્ધતા દર્શાવી હતી.્ર

આ ચાર દિવસીય ચેમ્પિયનશીપમાં દેશ – વિદેશના 1200 થી વધુ તરવૈયાઓએ તેમના કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરીને નિર્ણાયકો અને નગરજનોના દિલ જીતી લીધા હતા બોયઝની સ્પર્ધામાં બેસ્ટ સ્વિમર માં અંડર 11 કેટેગરી બોયઝમાં સાઉથ ઝોન -2 ના જય સિંગને બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ , સાઉથ ઝોન -1 ના એમ.અબ્દુલ હાફિઝ ને બે ગોલ્ડ એક સિલ્વર મેડલ અંડર 14 બોયઝમાં સાઉથ ઝોન -2 ના કડુ અર્નવને બે ગોલ્ડ એક સિલ્વર મેડલ અન્ડર 17 બોયઝમાં સાઉથ ઝોન -2 ના કાર્તિકેયન નાયરને પાંચ ગોલ્ડ મેડલ તથા અંડર 19 બોયઝમાં સાઉથ ઝોન -2 ના ખાર . અક્ષય શેટ ને યાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયા હતા . જ્યારે ગર્લ્સની સ્પર્ધાઓમાં અંડર 11 ગર્લ્સ માં સાઉથ ઝોન -1 ની શિવાની કર્રા એ ત્રણ ગોલ્ડ અંડર 14 ગર્લમાં થાન્યા એસ . એ ચાર ગોલ્ડ , અંડર 17 ગર્લ્સમાં કતારની પ્રતિષ્ઠા ડાંગી એ ચાર ગોલ્ડ અને એક સિલ્વર , જયારે અન્ડર 19 ગર્લ્સમાં સેન્ટ્રલ ઝોનની અનન્યા રાવતે ચાર ગોલ્ડ એક સિલ્વર હાંસલ કર્યા હતા . આ સી.બી.એસ.સી નેશનલ ચેમ્પિયનશિપમાં ઓવરઓલ પરિણામો જોઈએ તો સાઉથ ઝોન -2 કુલ 784 પોઇન્ટ સાથે ચેમ્પિયન રહ્યું હતું . જ્યારે ફાર ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન 66 પોઇન્ટ સાથે ફર્સ્ટ રનર – અપ અને નોર્થ ઝોન -2 , 55 પોઇન્ટ સાથે સેક્ધડ રનર – અપ રહ્યું હતું .

આ સમગ્ર ચેમ્પિયનશીપના ભવ્ય અને સફળ આયોજનમાં સહયોગ પુરો પાડવા બદલ જીનિયસ ગ્રુપના ચેરમેન  ડી.વી.મહેતા એ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન , રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો . અને ગુજરાત સ્વિમિંગ એસો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો . નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપના સફળ આયોજનમાં સ્વિમિંગ ચેમ્પીયનશીપ ઇવેન્ટના ચેરમેન  ડી . વી . મહેતા , ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી  ડિમ્પલબેન મહેતા , ઇવેન્ટ કો – ઓર્ડીનેટર  મનિન્દર કેશપ , તેમજ જોઇન્ટ સેક્રેટરી  દર્શનભાઇ પરીખ અને સમગ્ર જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી .