Abtak Media Google News

આર્થિક કટોકટી અને રાજદ્વારી અસ્થિર પરિસ્થિતિમાં વડાપ્રધાનના પુત્રની કૌભાંડમાં સંડોવણી, પાકિસ્તાનની હાલત જાય તો જાય કહા જેવી

ભારે આર્થિક કટોકટીમાં ઘેરાયેલા પાકિસ્તાનના પ વડાપ્રધાન સાહબાજ શરીફના યુવાન ઉદ્યોગપતિ પુત્ર સુલેમાનને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરતા પાકિસ્તાનના વધુ એક રાજ દ્વારી પરિવારની કથિત ભ્રષ્ટાચારમાં ની પોલ ખુલતા દેશમાં ભારે ચકચાર જાગી છે ઇન્ટરનેશનલ મોનિટરિ ફંડ માં છ બીલીયન ડોલર ની સહાય અને દેશમાં આર્થિક કટોકટી પ્રવત્તિ રહી છે ત્યાં જ વડાપ્રધાનના યુવાન પુત્ર સુલેમાન સેહબાદ અને તેના સાગરીતોને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ થવાના આદેશોની અવમાનના બદલ ભાગેલું જાહેર કરવામાં આવ્યા છે.સુલેમાન અને તેના સાથીદાર નકવી સામે 28 મે એ તપાસની સંસ્થાઓએ કરેલી ફરિયાદોના આધારે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તે પહેલા સુલેમાન અને નકવી વિદેશ ભાગી ગયા હોવાનું બહાર આવતા કોર્ટમાં સેહબાજ ફેમિલીના 28 જેટલા બેનામી ખાતાઓની તપાસ અને મની લોન્ડરિંગ કેસ માં સમયસર અદાલત સમક્ષ રજુ ન થતા અંતે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય જાતિ અસંતુલિત સ્થિતિમાં પાકિસ્તાન અત્યારે 146 માંથી 145 મો નંબરે પહોંચી ગયો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોર્મ માં પ્રસારિત અહેવાલમાં પાકિસ્તાનની હાલત અત્યારે વિશ્વના ટોચના આર્થિક કટોકટી નો સામનો કરનારા દેશમાં હોય સાથે સાથે લિંગ જાતી અસંતુલનમાં ટોચના પાંચ દેશોમાં આઇસલેન્ડ ફીનલેન્ડ નોર્વે ન્યૂઝીલેન્ડ અને સાથે સાથે અફઘાનિસ્તાન પાકિસ્તાન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈરાન અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.પાકિસ્તાને કેટલાક આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના અભિયાન માટે અને ખાસ કરીને જાતે સંતુલન ગરીબી અને આર્થિક મદદ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી છ બિલિયન ડોલરની લોનની માંગણી કરી છે પાકિસ્તાનમાં અત્યારે આર્થિક પડકારો પર્યાવરણની સમસ્યા અને સ્થાનિક માંગ અને પુરવઠાની અસંતુલિત પરિસ્થિતિ વિકટ સ્તરે પહોંચી ગઈ છે પંજાબ પ્રાંતમાં 20 વિધાનસભાની બેઠકોની ચૂંટણી સહિતની રાજદ્વારી ગતિવિધિઓ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન શાબાઝ શરીફના પુત્ર ને ભાગેડુ જાહેર કરવામાં આવતા રાજકારણમાં ભારે ચકચાર જાગી છે ઇમરાન ખાને શનિવારે જણાવ્યું હતું કે દેશમાં લોકતંત્ર અને સૈન્ય વચ્ચે મૈત્રી પૂર્ણ સંતુલન ની જરૂર છે પાક વડાપ્રધાનના નાપાક પુત્ર સુલેમાનને અંતે ભાગેલું  જાહેર કરવામાં આવ્યું છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.