Abtak Media Google News

પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત કેટલાક શહેરોમાં ઇસ્લામિસ્ટએ હંગામો મચાવ્યો હોવાના અહેવાલ છે. કરાચી અને ઈસ્લામાબાદમાં હાલમાં દેખાવો ચાલુ છે. દેખાવકારોએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી છે. આ ઝપાઝપી હિંસક રૂપ ધારણ કરી રહી છે. પાક. સરકારે ટીવી પર  દેખાવો અને હિંસાના દ્રશ્યોનું પ્રસારણ બંધ કરાવ્યું છે.

Advertisement

તહેરીકે લબ્બેક અથવા યા રસુલ્લા નામના ઈસ્લામિક સંગઠનના ૨0 દિવસ સુધી ધરણા પર બેઠેલા દેખાવકારો સામે સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરતાં ભડકો થયો છે. ફૈજાબાદના ઈન્ટરચેન્જ ખાતે ધરણા પર બેઠેલા દેખાવકારોને વિખેરવા સેનાએ બળ પ્રયોગ કર્યો હતો.

આ સાથે પથ્થરમારા અને પોલીસ સાથે અથડામણનો આરંભ થયો હતો. અથડામણમાં અનેક લોકોને ઈજા થઈ હોવાનું અને એક વ્યક્તિને ઈજા અને એક વ્યક્તિ મૃત્યુ પામી  હોવાનું જાણવા મળ્યું છે. સરકારે દેખાવો કાબુમાં લેવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે.

ફૈઝાબાદથી શરૂ થયેલી અથડામણોને પગલે ઇસ્લામીસ્તોએ રાજધાની ઈસ્લામાબાદને રીતસર બાનમાં લીધી છે. પાકિસ્તાન સરકારે આ સાથે દેખાવો તથા અથડામણોના લાઈવ કવરેજ પર નિયંત્રણો લાગુ કર્યા છે. પાકિસ્તન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા)એ બધી જ ટીવી ચેનલોને પ્રસારણ બંધ કરી દેવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.