Abtak Media Google News

ટ્રસ્ટ પાસે કોઇ કાયમી આવક કે ભંડોળ ન હોય આર્થિક સંકટ ઉભુ થયું: લાખો રૂપિયાનું દેવું

છેલ્લા ૩ર વર્ષોથી મોટા વડાળા ગામ ખાતે અનોખો સેવાયજ્ઞ જીવદયાના સ્વરુપમાં પાંજરાપોળમાં થઇ રહ્યું છે. હાલમાં આશરે પ૦૦ જીવો શાતા પામી રહ્યા છે. કતલખાને ધકેલાતા, ભાંભરડા નાંખતી ગૌમાતા, ગૌવંશ, અબોલજીવોના આક્રંદને સધિયારો આપવાના કાયમી મહાયજ્ઞ મોટાવડાળા ગૌસેવા રાહત ટ્રસ્ટ ના માઘ્યમથી થાય છે ત્યારે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ પાસે કોઇ કાયમી ભંડોળ નથી કે કોઇ આવકનું સાધન નથી. માળખાકીય સુવિધા માટે પણ અત્યંત ટાંચા સાધનો છે અત્યારે પણ ગૌશાળા ખુબ જ આર્થિક સંકટમાં છે અને લાખો રૂપિયાની મોટી  રકમનું દેવું છે.

છતાં પણ હૈયે હામ રાખીને કામધેનું ગાય માતાને બચાવવાની પોતાની નૈતિક ફરજની દીલમાં રાખી સંપૂર્ણ પણે ભગવાન ભરોસે તેમજ પુણ્યભુમિ સૌરાષ્ટ્રના દિલેર દાતાઓના સહકારની અપેક્ષાએ રસ્તા પર રઝળતા ગૌમાતા, ગૌવંશને સધીયારો અપાઇ રહ્યો છે. મોંધવારી, કારમા સમયમાં અને જયારે માં મોટાવડાળા ગૌસેવા રાહત ટ્રસ્ટની ખુબ જ નબળી આર્થિક સ્થિતિ છે. ત્યારે આ માટે દાતાશ્રીઓ સરકારશ્રી પ.પૂ. ધર્મધરો, ગૌપ્રેમી રક્ષકો, ધર્મપ્રેમીઓને મદદ કરવા ટહેલ કરવામાં આવી છે.

મોટાવડાળા ગૌસેવા રાહત ટ્રસ્ટની પ૦૦ અબોલ જીવોને સંસ્થાના આર્થિક સંકટના સમયમાં સંસ્થાને બચાવી લેવા દર્દભરી અપીલ સંસ્થાના ટ્રસ્ટી અને વરિષ્ઠ જીવદયા પ્રેમી લલીતભાઇ વોરા, ગૌશાળાના શુભેચ્છક ગૌભકતો અને બહારથી સંસ્થાને મદદરુપ થવા પ્રયત્નશીલ એવા અગ્રણીઓ ધીરુભાઇ કાનાબાર (મો. ૯૮૨૫૦ ૭૭૩૦૬) રમેશભાઇ ઠકકર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬) વિજયકુમાર આર. મહેતા (મો. ૯૩૭૪૧ ૧૦૦૦૭૮) સહીતના એ કરી છે. વિશેષ માહીતી માટે લલીતચંદ્ર સૌભાગ્ય ચંદ્ર વોરા, કાલાવડ રોડ રાજકોટ (મો. ૯૮૯૮૪ ૨૩૩૫૫) રજનીકાંત વી.વોરા, મંગલમ ક્ધસલટન્સી કલ્યાણ મંદીર પાસે જામનગર મો. ૯૪૦૯૪ ૧૧૩૦૬ માં મોટાવડાળા ગૌસેવા રાહત ટ્રસ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.