Abtak Media Google News

મંદિરની સ્થાપનાના  150  વર્ષમા મંગલ પ્રવેશની પૂર્વસંધ્યાએ દેવાધિદેવ મહાદેવને સમગ્ર શ્રાવણ માસમાં કરેલી સાધના કે ઉપાસના સમર્પિત કરવા  ઉમટી પડવા નિમંત્રણ

શ્રી પંચનાથ દાદાની વરર્ણાગી ગગનમાંથી શિવધારા સ્વરૂપે વરસતા વરસાદની વચ્ચે અબીલ ગુલાલની છોળો, ઢોલ નગારા અને બમ બમ ભોલે હર હર મહાદેવના ગગનચુંબી નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર નગરચર્યા કાજે નીકળશે સાંજે 4થી5 વરર્ણાગીની સંપૂર્ણ ધાર્મિક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અર્ચન પૂજન કરવામાં આવે છે તે પૂર્ણ થયા બાદ શહેરના અનેક નામાંકિત ઉધોગપતિઓ સામાજીક આગેવાનો તમામ ટ્રસ્ટીશ્રીઓ શિવ ભક્તો શ્રધ્ધાળુઓ બાલ સ્વરૂપ બાળકો યુવાનો પ્રૌઢો વરિષ્ઠ લોકોની ઉપસ્થિતિમાં શ્રી પંચનાથ મંદિરથી મહાત્મા ગાંધી વિદ્યાલય જયુબેલી ચોક પરાબજાર ધર્મેન્દ્ર રોડ સર લાખાજીરાજ રોડ ત્રિકોણ બાગ લીમડા ચોક થઇને ફરી શ્રી પંચનાથ મંદિર ખાતે પરત પધારશે.

Advertisement

આ ચારેય સોમવારના પ્રસાદની જવાબદારી જેમા  દાતાશ્રીઓ એકત્ર કરવા પ્રસાદ તૈયાર કરવો સેવાભાવી કાર્યકરો દ્વારા સારા વાતાવરણમાં વિતરણ થાય તે માટે શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ અને શ્રી નિરેનભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ કિર્તીભાઇ શિંગાળા વલ્લભદાસ કારીયા નિખીલભાઇ મહેતા નિશ્ચલભાઈ જોશી મિલનભાઇ વોરા કિરણભાઈ પીઠડીયા મેહુલભાઈ દવે સહિતના મિત્રોએ સુંદર સાથ સહકાર અને સેવાના સમન્વય થકી આ સેવાકીય કાર્ય પરિપૂર્ણ થયેલ હતું

હાલમાં શ્રાવણમાસ દરમ્યાન  પંચનાથ મંદિરમાં સાંજે 7.15 થી 7:45 સુધી  આરતી માં અનેક જુદી -જુદી લયમાં  સુભાષભાઈ (મહારાષ્ટ્રીયન) જેઓ ખાસ જયપુર (રાજસ્થાન)થી ફક્ત શ્રાવણ માસ દરમયાન નગારા વગાડવા આવે છે. જેઓની તાલબદ્ધતા ની આરતી  માણવા અનેક લોકો આ અદ્દભુત આરતીના દર્શનાઅર્થે  આવીને શ્રીપંચનાથ દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

આખા વર્ષ દરમ્યાન માત્ર એક દહાડે આવતા આ ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે   પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ ,ઉપપ્રમુખ  વસંતભાઈ જસાણી માનદમંત્રી  મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષ  મહેન્દ્રસિંહ ગોહેલ,  ટ્રસ્ટી ઓ ડો રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ તથા પંચનાથ પ્લોટ વિસ્તારના તમામ સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.