Abtak Media Google News

વિવાદ નહીં-સંવાદ માત્ર વેપારીઓનું હિત એ જ ચેમ્બરનું સુત્ર

ચેમ્બરમાં સભ્યોનો, વેપારી આલમનો કાયમી વિશ્ર્વાસ જળવાય રહે, કેન્દ્ર અને રાજય સરકારના તમામ વિભાગોમાં ચેમ્બરની રજૂઆતોને ધ્યાને લેવી પડે તેવી પરિસ્િિતનું નિર્માણ ાય અને ચેમ્બર ઓફ કોમર્સ પુન: મહાજનોની સંસ તરીકે પ્રસપિત ાય તે માટે ચેમ્બરનાં દિવંગત પ્રમુખો સ્વ.પ્રાણભાઈ જોષી, સ્વ.મધુભાઈ શાહ, સ્વ.પ્રમોદભાઈ કલ્યાણી સહિતના તમામ પ્રમુખો, પુર્વાસુરિઓએ કંડારેલી કેડી પર ચાલતી ાય તેવા તમામ નિષ્ઠાપૂર્વકના પ્રયાસો હા ધરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટના વેપારીને સ્પર્શતા કોઈ પણ નાના પ્રશ્ર્નો પરત્વે ચુપ ન બેસી રહેતા વેપારીઓને સો રાખીને પ્રશ્ર્નોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રશ્ર્નના મૂળમાં જઈને જે તે વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને ઉકેલ લાવવાના તમામ પ્રયાસો કરવામાં કયારેય પાછીપાની નહી કરે અને જ‚ર પડયે વેપારીના હિતમાં લડત કરતા અચકાશે નહીં.

Advertisement

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીને સ્પર્શતા પ્રશ્ર્નોને લઈને ટેલીફોન, પોસ્ટ, એકસાઈઝ, નાગરિક ઉડયન તેમજ રાજય સરકારને લગતા પ્રશ્ર્નો બાબતે જે તે અધિકારીઓ સો વિવાદ નહીં પરંતુ સંવાદ સાધીને અધિકારીઓ સો ત્રિમાસિક મીટીંગ યોજીને જે તે પ્રશ્ર્નોના નિરાકરણ ફોલોઅપ સહિતની કામગીરી હા ધરાશે. આ ઉપરાંત વેપારીઓને લગતા જીએસટી સહિતના નવા જુના કાયદાઓ બાબતે અવાર નવાર નિષ્ણાંતોના સેમીનાર યોજવામાં આવશે તેમજ વેપારીઓના વેપાર ધંધાને વેગ મળે તેમજ નવી ટેકનોલોજીી માહિતગાર રહે તે માટે ઔદ્યોગિક પ્રદર્શન, ઈન્ડસ્ટ્રીયલ મીટ સહિતના કાર્યક્રમો યોજાશે એટલું જ નહીં સરકારી યોજનાઓનો લાભ વેપારીને મહત્તમ મળતો ાય તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવશે.

આ નવસર્જન પેનલમાં જીતેન્દ્રભાઈ અદાણી, ઉપેન્દ્ર એન.મોદી, હસુભાઈ ભગદેવ, વિનેશભાઈ પટેલ, બીપીનભાઈ કેસરીયા, બળવંતભાઈ એમ.પુજારા, નરેન્દ્રસિંહ કે.જાડેજા, નરેન્દ્રભાઈ મહેતા, વિજયભાઈ દોશી, અજયભાઈ કારીયા, દેવેન્દ્રભાઈ પતાણી, કિરીટકુમાર પારેખ, વિમલભાઈ પાણખાણીયા, અશ્ર્વિનભાઈ પટેલ, દયાલભાઈ બાલચંદાણી, કિરેનભાઈ છાપીયા, ભાગ્યેશભાઈ પી.વોરા, ડેનીસભાઈ એચ.આડેસરા, વિનોદભાઈ એમ.વઢવાણા, નિલેશભાઈ એસ.ભાલાણી, પ્રવિણભાઈ ગજ્જર (ભાડેશીયા), યોગીનભાઈ છનીયારા, જીતુભાઈ કોટેચા, યોગેન્દ્રભાઈ માલુ, સિર્ધ્ધા અદાણી, દિપકભાઈ સચદે સહિતના પ્રતિનિધિઓ જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.