Abtak Media Google News

15 દિવસમાં 14 કારખાનાના તાળા તોડી રૂ.3.65 લાખની મતા પર હાથ ફેરો કરતાં કારખાનેદારોમાં ફફડાટ

કાલાવડ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં ચડી બનીયાનધારી  ગેંગે આતંક મચાવ્યો છે.14 જેટલા કારખાનાના તાળાતોડી  રૂ. 3.65 લાખની મતા ચોરી કરી  ગયા છે.તે ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તેમની ઓળખ મેળવવા મથામણ કરી છે.

Advertisement

ચડ્ડી બનિયાન ગેંગ સામે પોલીસ નિષ્ક્રિય હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.ગત 14 જાન્યુ આરી એ  કાલાવડ જામનગર હાઇવે પર આવેલ શ્રીજી કોટેક્ષ ,આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, અને નિજાનંદ ઓઇલ મિલ એમ 3 જગ્યાએ ચોરો ત્રાટક્યા હતા.તેમાંથી આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ માં તોડફોડ કરી 1,20,000 ની રોકડની ચોરી કરી.19 જાન્યુ ના રોજ કાલાવડ રણુંજા હાઇવે પર આવેલ કૈલાશ કોટન,પૂજા કોટન,શીતલ યુનિવસલ માં ચડી બનીયાંન ગેંગ નવ નવ લૂંટારું ત્રાટકયા હતા. કૈલાસ કોટન માં 2 લાખ અને પૂજા કોટન માં 35,000 રોકડ ચોંરી થયેલ.ગત 28 જાન્યુ આરી ના રોજ કાલાવડ રણુંજા રોડ પર આવેલ કૃષ્ણમ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ અને જે.આર.ડી. પાઇપ ઈન્ડસ્ટ્રીઝ માં ચોરો ત્રાટક્યાહતા .29 જાન્યુ આરી ના રોજ આશ્રય ઓઇલ માં બીજી વાર ચોર ત્રાટક્યા.ચડી બનીયાન ગૈગ એ સરકારી કચેરી પણ નથી છોડી.

કાલાવડ ના નાની વાવડી રોડ પર આવેલ પી.જી.વી.સી.એલ ,ખેતીવાડી બીજ નિગમ અને કાલાવડ માં આવેલ શશિં માં પણ ચોરો ત્રાટક્યા હતા. કાલાવડ રણુંજા રોડ પર આવેલ અક્ષર જીનીગ માં તોડફોડ કરી તિજોરી ચોંરી ગયા.છેલ્લા15 દિવસ માં 14 જગ્યાએ ચોરી ની ઘટના બનતા જીન ના  માલિકો માં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.કાલાવડ પોલીસ ની નિષ્ફળતા અને નિષ્ક્રિય જોવા મળી રહી  છે.કાલાવડ તથા આજુબાજુના વિસ્તારમાં ભય નો માહોલ જોવા મળ્યો છે.ફેક્ટરી ના મજૂરો પણ રાત્રે રોકાવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.સત્વરે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરો ને ઝડપી કાર્યવાહી કરવાની લોકો માં  માંગ ઉઠવા પામી છે.

ચડી બનીયાનધારી ગેંગના ઇન્ડસ્ટ્રીઝ એરિયા ધામા : ત્રણ દિવસ પહેલા શાપરમાં દસ કારખાનાઓના તાળા તોડિયા

શાપર-વેરાવળ અને કાલાવડ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં છેલ્લા એક માસથી ચડ્ડીબનીયાન ધારી ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા એક માસમાં આ ગેંગ દ્વારા 3-3 વાર ચોરીને અંજામ આપી 10 જેટલા કારખાનાઓમાં લાખોની મત્તાનો હાથફેરો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.શાપર પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ચડ્ડીબનીયાન ધારી ગેંગના આઠ જેટલા સાગરીતો કારખાનામાં હાથફેરો કરતાં નજરે ચડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચડ્ડી બનીયાન ગેંગના સાગરીતોની શોધખોળ હાથધરી છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક ડઝનથી વધુ મંદિરોમાં ગેંગ દ્વારા થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં ફરી એકવાર ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા શાપર-વેરાવળ કારખાનાઓને નિશાન બનાવી અત્યાર સુધી 10 જેટલા કારખાનાઓમાં હાથ ફેરો કરી પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.