Abtak Media Google News

ઉતરાખંડ સરકાર દ્વારા છેલ્લા દશ વર્ષથી યુથ આઇકોન એવોર્ડ વિવિધ ક્ષેત્રની વિશેષ કામગીરી તેમજ સુખ્યાતી પ્રાપ્ત કરનાર મહાનુભાવોને અર્પણ કરવામાં આવે છે. તેમાં આ વર્ષે આપણા ગુજરાતમાં જામનગર ખાતે સેવન સિઝન્સ રીસોર્ટ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં બોલીવુડ, ગુજરાતી ફિલ્મ, લોક સંગીત, ગુજરાતી આલ્બમ, સુગર સંગીત, સુફી સંગીત, ભોજપુરી, તાલીમ વિગેરે ફિલ્મોમાં સંગીતકાર તરીકેનું ખુબ જ મહત્વનું યોગદાન આપવા બદલ પંકજભાઇ ભટ્ટને યુથ આઇકોન નેશનલ એવોર્ડ-૨૦૧૮ શશી ભુષણના શુભ હસ્તે આપવામાં આવ્યો હતો. આ સમગ્ર એવોર્ડ સેરેમનીના મુખ્ય અતિથિ પરસોતમ ‚પાલા  તેમજ આર.સી.ફળદુ, હરકસિંઘ રાવત, પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન કાર્યક્રમમાં મનહર ઉઘાસ, કિર્તીદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મમતા શર્મા, યોગેશ ગઢવી, જેવા અનેક સુપ્રિઘ્ધ કલાકારો હાજર રહ્યા હતા.

Advertisement

સુર સામગ્રી લતા મંગેશકર પાસે પ્રભાતીયા રાગમાં વૈશ્વજન તો તેને રે કહીએ, શ્રી નરસિંહ મહેતાનું ભવજન ગવડાવ્યું જે ખુબ જ લોકપ્રિય રહ્યું, તેમજ વિશ્વ સંગીત દુનિયામાં તેમનું ર૦ વર્ષ પહેલા કંમ્પોઝ કરેલું, પંખીડા તુ ઉડી જાજે પાવગઢ, હજ પણ એટલું જ લોકપ્રિય છે. તેમજ પાંચથી વધારે ગુજરાત રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ, ટ્રાન્સમીડીયા એવોર્ડ વગેરે એસીડ મેળવનાર તેમજ ગુજરાતના સંગીતકારોમાં સૌપ્રથમ સંગીતજ્ઞ હિન્દી, ગુજરાતી અને અન્ય પ્રાદેશીક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સંગીતની સેવા બદલ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સર્વોચ્ચ દાદા સાહેબ ફાળદે એવોર્ડ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા અર્પણ કરવામાં આવેલ આ એવોર્ડની જયુડી દ્વારા નોંધ લેવામાં આવી હતી.

આ તકે પંકજ ભટ્ટે દરેક મહેમાનોને તેમની હાજરી બદલ અને જયુરી કમીટીનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.