Abtak Media Google News
  • પતંજલિ યોગ પીઠ હરિદ્વારના સ્વામી પરમાર્થદેવે રાજકોટ બીએપીએસ મંદિરે નીલકંઠવર્ણીની પૂજા કરીએ વેળાંની તસવીર
  • પતંજલિ યોગ પીઠ હરિદ્વારના સ્વામી પરમાર્થદેવની ‘અબતક’ સાથે ખાસ મુલાકાત

Img 20220905 Wa0071

આજે સ્થિતિ એવી છે કે માતા-પિતા નોકરી અથવા વ્યવસાયમાં એટલા બધા વ્યસ્ત છે કે પોતાના સંતાનોને સંસ્કાર આપવાનો પણ સમય નથી. જેને કારણે નવી પેઢીમાં ઘણા બધા દુષણો પ્રવેશી જાય છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકને સમય આપવો અનિવાર્ય છે એવું પતંજલિ યોગ પીઠ હરિદ્વારના કેન્દ્રીય પ્રભારી અને બાબા રામદેવના જમણા હાથસમા સ્વામી પરમાર્થદેવે ‘અબતક’ સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું. રાજકોટની મુલાકાતે આવેલા સ્વામીજીએ ‘અબતક’ સાથે કરેલી વાતચીતના અંશો અહિં સંકલીત કરવામાં આવ્યા છે.

Vlcsnap 2022 09 06 11H48M06S895

  • યોગથી માત્ર રોગ દૂર થાય કે અન્ય લાભ પણ થઇ શકે?

સ્વામી પરમાર્થદેવે જણાવ્યું કે યોગથી રોગ તો દૂર થાય જ સાથેસાથે માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે. તેમણે કહ્યું કે રોગ એટલે શું? એની વ્યાખ્યા કરવી જરૂરી છે. જે સ્વાભાવિક નથી, જે વ્યવસ્થિત નથી, જે મર્યાદિત નથી તે બધું જ રોગ છે. આજે દુનિયા બારૂદના ઢગલા પર બેઠી છે એ એક બિમારી જ છે. યોગથી શારીરીક, માનસિક સહિતની તમામ વ્યાધિ દૂર થાય છે એટલે યોગ છે તે તમામ દર્દોનો ઇલાજ છે.

  • આજે જે યોગ કરાવાય છે તે શાસ્ત્રોક્ત છે?

દરેક બાબતમાં સ્થળકાળ પ્રમાણે ફેરફાર કરવા પડતા હોય છે અને થતાં હોય છે. જેમ કોરોના પછી આખી દુનિયાનું સંચાલન બદલાઇ ગયું. આવો કોઇ રોગ આવશે એવી કોઇને ખબર ન્હોતી. શાસ્ત્રોમાં જે જ્ઞાન આપ્યું છે તે બધું બીજરૂપ હોય છે તેને સમય પ્રમાણે યોગ્ય સ્વરૂપ આપીને લોકકલ્યાણ માટે ઉપયોગમાં લેવું જોઇએ. યોગની બાબતમાં પણ એવું જ છે. બાબા રામદેવ સ્વામીએ આજના લોકો માટે જે ઉપયોગી છે એ ઢબે યોગનું શિક્ષણ આપવાની પહેલ કરી છે.

  • પતંજલિ યોગ પીઠ આયુર્વેદને વધુ પ્રાધાન્ય આપે છે તો અન્ય પેથીઓ યોગ્ય નથી?

Vlcsnap 2022 09 06 11H48M46S576

જ્યારે કટોકટી સર્જાય ત્યારે જે પેથી તમને ઝડપથી અસરકારક બને એનો ઉપયોગ કરવો જોઇએ પણ અંગ્રેજી દવાની ઘણી બધી સાઇટ ઇફેક્ટ હોય છે માટે શક્ય હોય ત્યાં સુધી એનાથી દૂર રહેવું જોઇએ. વળી અંગ્રેજી દવામાં લૂંટ ચલાવવામાં આવે છે, કમિશનનો ધંધો થઇ ગયો છે એની સામે આયુર્વેદ સનાતન છે. આપણું રસોડું જ દવાખાનું છે માટે આયુર્વેદ ખરા અર્થમાં આપણું આયુષ્ય વધારનારૂં હોય છે.

  • પરમાર્થદેવ સ્વામીનો સંદેશો…

Vlcsnap 2022 09 06 11H48M52S890

સારા અને સાચા નાગરિક બનીએ. પ્રભાતે ઉઠીને યોગ કરીએ, પોતાના માટે સમય કાઢીએ અને આજીવન તંદુરસ્ત રહીએ.

  • માનવનું શરીર વધુમાં વધુ કેટલા વર્ષ જીવી શકે?

આ બહું યક્ષ પ્રશ્ર્ન છે. આપણને ખબર છે કે આપણા ઋષિમુનિઓ કેટલાંય શતકનું આયુષ્ય ભોગવતા હતા કારણ કે તેમનો આહાર, વિચાર, આચરણ, વાતાવરણ વગેરે શુદ્વ હતા. આજે બધું જ પ્રદૂષિત થયું છે એટલે આવી સ્થિતિમાં આપણે કેટલું જીવી શકીએ? છતાં 125 વર્ષના ઉંમરના લોકો આપણે ત્યાં હજુ તંદુરસ્ત રીતે જીવી રહ્યા છે.

  • આજે યુવાનો સામે આંગળી ચિંધવામાં આવે છે કે યુવાધન બગડ્યું છે…

Vlcsnap 2022 09 06 11H48M46S576

આ સ્થિતિ માટે માતા-પિતા અને ઘરના વડિલોએ ચેતી જવું જરૂરી છે. આજે સ્થિતિ એવી છે કે માતા-પિતાને સમય નથી એટલે બાળકોને આયાઓ ઉછેરે છે. જેને કારણે માતા-પિતાના સંસ્કાર બાળકને મળતા નથી. ભારતમાં 16 સંસ્કારની પરંપરા છે એ મુજબ અનુસરીએ તો સંસ્કારી બાળકો તૈયાર થાય અને ભવિષ્યમાં દેશ પણ સંસ્કારપૂર્ણ યુવાધનનો બને.

  • એકબાજુ યુવાધનને સંસ્કારી કરવાની વાતો ચાલે છે તો બીજી બાજુ બગાડ વધ્યો છે આવું કેમ?

માત્ર ઉન્નતિ કરવાથી કોઇ આગળ વધી જતું નથી. આધ્યાત્મિક વગરની ભૌતિક ઉન્નતિ નુકશાનકર્તા સાબિત થાય છે. આજના યુવાનો આધ્યાત્મિકતા જાળવીને પ્રગતિ કરે તો સમાજમાં બગાડો આવશે નહિં. યુવાનોએ તન અને મનની બળવાન થવું પડશે અને એ માટે વડિલોએ દિશાદર્શન કરાવવું પડશે. આજે ઇન્ટરનેટના માધ્યમથી યુવાનોને બગાડવાનું અને ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરી ભારતને વિશ્ર્વગુરૂ બનતા અટકાવવાનું ષડયંત્ર ચાલે છે.

  • આજીવન સ્વસ્થ રહેવા આપણી દિનચર્યા કેવી હોવી જોઇએ?

આ ખૂબ જ જટીલ સવાલ છે. શાસ્ત્રોમાં અને ઋષિમુનિઓએ આપણને દિનચર્યા, ઋતુચર્યા અને સ્થળકાળ પ્રમાણે ભોજન વગેરે બાબતોનું માર્ગદર્શન આપ્યું છે. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન કઇ ઋતુમાં કેવું લેવું તેની માર્ગદર્શિકા આયુર્વેદે પણ આપી છે. જો એ મુજબ આપણે વર્તીએ તો બિમાર ન પડીએ. આપણે ત્યાં હવે મોડી રાત્રે ભોજન લેવાની રીત અપનાવાઇ રહી છે જે રોગને નોતરે છે.

  • આજે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બિમારી ઘર કરી ગઇ છે તો યોગથી તે દૂર થઇ શકે?

Vlcsnap 2022 09 06 11H49M44S872

યોગ એટલે તમારા કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી તે. તમારૂં ભોજન, તમારી નિંદ્રા, તમારૂં દરેક કાર્ય સંતુલિત રીતે થાય તે યોગ છે. શરીર, મન અને ચિત્ત પર નિયમન રાખવું એટલે યોગ. જો દરેક બાબત ખાસ કરીને આહાર અને વિચાર જો નિયમનવાળા હોય તો તમને કોઇ રોગ થવાની શક્યતા સાવ નહિંવત થઇ જાય છે એટલે કે યોગને કારણે શરીર, મન સ્વસ્થ રહે છે.

  • એક સામાન્ય માણસે યોગ્ય રીતે યોગ શીખવા શું કરવું જોઇએ?

પતંજલિ યોગ પીઠ હરિદ્વારના બાબા રામદેવજીએ દેશમાં લાખો યોગગુરૂઓ તૈયાર કર્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ હજ્જારો યોગ ગુરૂઓ નિસ્વાર્થભાવે યોગનું પ્રશિક્ષણ આપે છે. કોઇપણ વ્યક્તિ જ્ઞાતિ-જાતિના ભેદ વગર આ યોગ શિબિરોમાં જોડાઇને યોગાભ્યાસ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.