Abtak Media Google News

નેશનલ ન્યૂઝ

સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષોનો સતત હંગામો : સાંસદોને સસ્પેન્ડ કરી સરકાર લોકશાહી ઉપર હુમલો કરી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ

સંસદના શિયાળુ સત્રનો આજે 12મો દિવસ છે. સુરક્ષામાં ખામીને લઈને લોકસભામાં આજે સતત પાંચમા દિવસે હોબાળો થતા સાંસદ કાર્યવાહી સ્થગિત થયી. ગઈકાલના દિવસે પ્રથમ વાર એક જ દિવસમાં 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાંસદોના સસ્પેન્શન પર કોંગ્રેસે કહ્યું- સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.

સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમાં નેતા અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના 11 સાંસદો, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદોનો સમાવેશ થાય છે. તેમાંથી 30 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ત્રણ સાંસદોની સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય વિશેષાધિકાર સમિતિ લેશે. તેમના પર સ્પીકરના પોડિયમ પર ચઢવાનો આરોપ છે.

આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખરે વિપક્ષના 45 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમાંથી 34 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે વિશેષાધિકાર સમિતિ 11 સાંસદોની સભ્યપદ અંગે નિર્ણય લેશે.

આ પહેલા 14 ડિસેમ્બરે 13 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના 9, સીપીઆઈ (એમ)ના 2, ડીએમકે અને સીપીઆઈના એક-એક સાંસદોનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિયાળુ સત્રથી અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 245 છે. તેમાં ભાજપ અને તેના સાથી પક્ષોના 105, ઇન્ડિયાના 64 અને અન્યમાંથી 76નો સમાવેશ થાય છે. જેમાંથી 46 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાલમાં લોકસભામાં સાંસદોની સંખ્યા 538 છે. એનડીએના 329, ઇન્ડિયાના 142 અને અન્ય પક્ષોના 67 સાંસદો છે. જેમાંથી 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.