Abtak Media Google News

આજથી નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં કરાશે મેયર સહિતના પદાધિકારીઓની નિયુકિત

રાજકોટ સહિત રાજયની છ મહાનગરપાલિકાના વર્તમાન મેયર સહિતના પાંચેય પદાધિકારીઓની મુદત આગામી મહિને પૂર્ણ થઇ રહી છે. હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની નિયુકિત કરવા માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા આજથી ચાર દિવસ સુધી દાવેદારીને સાંભળવામાં આવશે આવતા સપ્તાહે સંભવત: સોમવાર અને મંગળવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નામો ફાઇનલ કરવામાં આવશે દરમિયાન આગામી 9 થી 1ર સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ મહાપાલિકાના પદાધિકારીઓની નિયુકિત કરી દેવામાં આવશે. 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન રાજયની 31 જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુકિત કરી દેવામાં આવશે.

Advertisement

વર્ષ 2021માં યોજાયેલી રાજયની છ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં તમામ પર  ભાજપનો શાનદાર વિજય થયો હતો માર્ચ-2021માં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાપાલિકામાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડકન નિયુકિત કરવામાં આવી હતી. આગામી 9 થી 1ર સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ મહાપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ રહી છે. દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આ વખતે નવતર પ્રયોગ અપવાવવામાં આવ્યો છે. જેમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિયુકિત કરવા માટે જિલ્લા અને મહાનગરોમાં નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે. ત્રણ ત્રણ નીરીક્ષકોની પેનલ દ્વારા આજથી આગામી રવિવાર સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્ય ત્રણ હોદાઓ માટે દાવેદારોને સાંભળવામાં આવશે.

સેન્સ પ્રક્રિયા માત્ર નામ પુરતી નહી રહે નીરીક્ષકોએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપવો પડશે. આગામી રવિવારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતા સપ્તાહે સંભવત: સોમવાર અને મંગળવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે કારણ કે બુધવારથી સાતમ-આઠમના તહેવારો શરુ થઇ જાય છે. તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ વોર્ડ બેઠકનો સમય આવી જાય છે. એટલે ઉઘડતા સપ્તાહે જ ભાજપની ચુંટણી સમિતિની બેઠક મળશે.

છ મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નિયુકિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.એક પછી એક મહાનગર અને જિલ્લાનો ટર્ન લેવામાં આવશે સ્થાનીક સંગઠનના હોદેદારો અને નિરીક્ષકોને સાંભળવામાં આવશે જરુર પડશે તો અલગ અલગ હોદાઓ માટે ત્રણ ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે.

આગામી 9 થી 1ર સપ્ટેમ્બર દરમિયાન રાજયની અલગ અલગ છ મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવશે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મેયર પર મહિલા માટે અનામત છે. જયારે સુરત, જામનગર અને ભાવનગરમાં મેયર પદ પુરૂષો માટે અનામત છે. આવતા વર્ષ લોકસભાની સામાન્ય ચુંટણી યોજાવાની હોય જ્ઞાતિ-જાતિ સહિતના સમીકરણોના આધારે પદાધિકારીઓની નિયુકતી કરવામાં આવશ. 1ર સપ્ટેમ્બર સુધીમાં તમામ મહાપાલિકામાં નવા હોદેદારોની નિયુકિત કરી દેવામાં આવશે. દરમિયાન આજથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

31 જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરે ચૂંટણી

13મીએ 16 અને 14મીએ 1પ જિલ્લા પંચાયતના હોદેદાર નિમાશે

રાજયની 31 જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંંટણી માટે રાજય સરકારના વિકાસ કમિશનર સંદિપ કુમાર દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. આગામી 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન ચુંટણી યોજાશે.13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર  જિલ્લા પંચાયતના પ્રમુખની નિયુકિત કરાશે જયારે 14મી સપ્ટેમ્બરના રોજ આણંદ, અરવલ્લી, ભરુચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહિસાગર, નર્મદા, નવસાર, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.