Abtak Media Google News

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકંર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી: મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન

પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે પર્યુષણ પર્વના પાંચમાં દિને દરેક ઉપાશ્રયોમાં મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવી રહ્યું છે. દરેક જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહા સ્વપ્નની ઉછામણીનું આયોજન કરાયું છે. સાથે મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Vlcsnap 2018 09 10 12H00M57S222

પર્વાધિરાજ પર્યુષણ પર્વ નીમીતે દરેક જૈન ધર્મ સ્થાનકો ધાર્મિક કાર્યક્રમોથી ધમધમ્યા હતા.

ભગવાન મહાવીર સ્વામીની દરરોજ વિશેષ આંગી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડી દર્શન કરીને ધર્મલાભ મેળવી રહ્યા છે. ત્યારે આજરોજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિને દરેક ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવી રહ્યું છે.

Vlcsnap 2018 09 10 09H21M24S47

આ પ્રસંગે દરેક જૈન ધર્મ સ્થાનકોને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉ૫રાંત ભગવાન મહાવીરની વિશેષ પુજા, અચના અને આંગી કરવામાં આવી છે.

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહા સ્વપનની ઉછામણી કરવામાં આવ્યું છે અનેક ઉપાશ્રયોમાં કલ્પસૂત્રના વાંચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કલ્પસુત્રમાં અનેક મહાપુરૂષોના ચરિત્રોની વાત આવે છે. જિનશાસનમાં પરમ શ્રઘ્ધેય ગ્રંથનું નામ હોય તો તે કલ્પસૂત્ર ગ્રંથ છે કલ્પવૃક્ષની નીચે બેસીને જે સંકલ્પ કરીએ તે પૂર્ણ થાય છે તેમ કલ્પસૂત્ર સાંભળતા – સાંભળતા સર્વ સંકલ્પ પૂર્ણ થતાં હોય છે.

સાહિત્યકાર જૈન સાહિત્યકાર મનોજભાઇ  ડેલીવાળાએ જણાવ્યું કે

Vlcsnap 2018 09 10 11H47M00S66ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને ૧૪ સ્વપ્ન ઉછામણી કરવામાં આવી છે. ઉપરાંત મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાહિત્યકાર જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળાએ જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીનો ૧૪ સ્વપ્ન આવ્યા હતા. માતા ત્રિશલાજીએ આ સપનાની વાત મહારાજા સિઘ્ધાર્થને કરી હતી. ત્યારે સિઘ્ધાર્થે કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવીને તેનો અર્થ જાણ્યો હતો.

Vlcsnap 2018 09 10 11H29M15S176 1

પંચવટી દેરાસર ખાતે પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માણેક, જરી અને મોતીથી ખુબ જ સુંદર આંગી કરવામાં આવી હતી.

દર્શનાર્થી ભાવિકાબહેન શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે

Vlcsnap 2018 09 10 11H30M48S121જૈનો માટે પર્યુષણ એ ખુબ જ મોટો તહેવાર છે પર્યુષણ પર્વ એટલે પાય નિજંરા કરવાનો પર્વ પર્યુષણના આઠેય દિવસ બધાનો ત્યાગ કરી દેવામાં આવે છે. ખાવા પીવામાં લીલોત્રી અને કંદમુળનો પણ ત્યાગ કરવામાં આવે છે. સાંજે ૬.૩૦ થી કંઇપણ મોઠામાં નાખતા નથી. આઠ દિવસ તપ, ધરમ, ઘ્યાન જે થાય તે કરવા તત્પર રહેતા હોય છે. સવારથી પુજા આરતી વ્યાખ્યાન શરુ થઇ જાય છે. રાત્રે પ્રતિક્રમણ હોય અને ત્યારબાદ ભાવના ગોઠવવામાં આવે છે.

સોની બજારનાં માંડવી ચોક દેરાસરમાં પર્યુષણ મહાપર્વ નીમીતે પાંચમાં દિવસે ભાવભેરથી ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે ભગવાનને ડાયમંડ, સૂકામેવા અને રેશમથી આંગી કરવામાં આવી હતી.

દેરાસરને રોશની શણગારી પ્રાંગણમાં રંગોળી કરવામાં આવી હતી. સાંજે પરિક્રમ બાદ ભકિતસંગીત સાથે કલ્પસુત્ર અને સોનારુપાના ફુલની પૂજા કરવામાં આવી હતી. રાજકોટ જૈન તપર્ગજ સંઘ તરફથી આંગી રાખવામાં આવી હતી.

પર્યુષણ પર્વ પર શહેરની ચૌધરી હાઇસ્કુલ સામે આવેલ મણિયાર દેરાસરમાં બિરાજતા ચિંતામણી પાશ્ર્વનાથ ભગવાન ઋષભદેવ ભગવાન, સુપાર્શ્ર્વનાથ ભગવાન, તથા અન્ય પ્રભુજીઓની પ્રતિમાઓને હિરા મોતીની અદભુત આંગી કરવામાં આવી છે. કેતનભાઇ પ્રેમચંદભાઇ શાહ પરીવાર  દ્વારા કરવામાં આવેલી આ આંગીના દર્શન કરવા મોટી સંખ્યામાં જૈન-જૈનતરો ઉમટી પડે છે. આ પર્વાધિરાજ પર આ દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

Vlcsnap 2018 09 10 11H45M43S27

.આ અંગેની વિગતો આપતા મણિયાર દેરાસરના ઉપપ્રમુખ કિશોરભાઇ કોરડીયાએ અબતકને જણાવ્યું હતું કે આ તપ, ત્યાગ અને ભકિતનો પર્વ છે. જેને લઇને અદભુત પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાવીર જન્મની ભવ્યતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાનની જન્મ પહેલા ત્રિશલા માતાને આવેલા સ્વપ્નોને ઉતારવામાં આવશે. જે બાદ મહારાજ સાહેબ દ્વારા મહાવીર જન્મનું વાંચન કરવામાં આવશે.

Vlcsnap 2018 09 10 09H18M05S74

જયારે સાંજે મહાપુજાનું અનોખું આયોજન કરવામાં આવશે. ઉ૫રાંત પર્યુષણ પર્વ પર માતા-પિતાના ઋણ અંગે દરેક વ્યકિતને ખ્યાલ આવે તે માટે વિમલભાઇ શાહ દ્વારા ભકિત સંગીતના કાર્યક્રમમાં આ મહત્વ  જે સમજાવવામાં આવશે તેમ જણાવીને કિશોરભાઇએ ઉમેર્યુ હતું. કે પર્યુષણ પર્વના પ્રથમ સાત દિવસમાં આરાધના, ભકિત કરીને શુઘ્ધ થવાનું હોય છે. જયારે પર્વના આખરી આઠમા દિવસો વિશુઘ્ધ થવાનું હોય છે. શરીર દ્વારા કોઇપણ જીવને દુ:ખ થયું હોય તેની ક્ષમાપના માફી માંગવાની હોય છે. આ પર્વ પર દેરાસરને રોશની તથા અન્ય શણગારોથી શણગારવામાં આવ્યું છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ગોપીબેન શાહએ જણાવ્યું કે તે

Vlcsnap 2018 09 10 11H59M52S108 પ્રહલાદ પ્લોટ મૂર્તિ પૂજક સંઘની આરાધક છે. અમારા આઠ દિવસ પર્યુષણ પર્વ એટલે કે ક્ષમાપના ધર્મ-કર્મ, તપ કરવાનો પર્વ કહેવાય, આમાં તમામે તમામ જૈનો ભેગા થાય અને સાથો સાથ સામુહિક ધર્મ આરાધના કરે. સંવાસમાં સાધુ-સાધવીની નિષ્ણાંમાં ભાઇઓ બહેનો અલગ અલગ પ્રતિક્રમણ કરે. ત્યારબાદ બહેનો પ્રભાતિયા, ગીતો ગાયને પાવન પર્યુષણ પર્વની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે. ત્યારબાદ નવકાર્ષી કરી સેવા પૂજા કરી વ્યાખ્યાન વાણી માટે ભેગા થાય ભેગા થાય જેમાં અમારા પ્રભુનું જીવન ચરિત્રનું આખું જ્ઞાન વ્યાખ્યાન રુપે સર્વશ્રેષ્ઠ ભાષામાં ગુરુભગવંતો અને સાધવીજી ભગવંતો કહે તે સાંભળીને બધાનું જીવન પરિવર્તન થતું હોય છે. સાંજે અમે પ્રતિક્રમણ કરી ત્યારબાદ ભાવના રાખે જે અમે પ્રભુ સામે ભકિત કરી.Vlcsnap 2018 09 10 11H30M14S5

સ્તુતિ અને સ્વનાઓવલી ગાય આ રીતના આઠ દિવસ ખુબ જ ધામધુમ પૂર્વક પર્યુષણ પર્વ ઉજવાય છે. દરરોજ અલગ અલગ પ્રભુની આંગી કરવામાં આવે તેનો આશય એ છે કે પ્રભુને બધાને એક અલગ અંદાજથી જોવાનો રસ હોય બીજું કે એ દર્શન કર્યા પછી બધાને ભકિતમાં ઔર બઢાવો થાય અને રોજ તેમાં વાપરવામાં આવતી વસ્તુ સોના-ચાંદીનચા વખર, સોના-ચાઁદીના બાદલા, હીરા-માણેક મોતી, રેશની આંટી, વગેરે ભવ્યથી ભવ્ય વસ્તુ વાપરીને ભગવાનની અંગ રચના કરીએ તમામ લોકો દર્શન કરીને ધન્ય થાય.

શાંતિનાથ દેરાસર ખાતે અબતક સાથેની વાતચીત દરમિયાન હીનાબેન શાહએ જણાવ્યું કેVlcsnap 2018 09 10 12H05M33S166

જૈન ધર્મના અનેક તહેવારો આવતા હોય છે. પરંતુ તેમાં સૌથી મહાન અમારો પર્યુષણ ૮ દિવસનો મહાપર્વ તપ છે. તેમાં દાન, શિયળતપ અને ભાવ આ વસ્તુ સાથે સંકળાયેલી છે. અમે રોજ રોજ શાંતિનાથ જીનાલયમાં અલગ અલગ આંગીઓ કરીએ છીએ. તેમાં ઘણા ભારે દ્રવ્ય વાપરવામાં આવે છે. શાંતિનાથ જીનાલયમાં મુળનાયક શાંતિનાથ ભગવાનની આંગી બરાસ, વરખ અને બાદલાની કરવામાં આવી છે.આ બધા દ્રવ્ય ઉત્તમ પ્રકારના દ્રવ્ય કહેવામાં આવે છે. અમારા આ જીનાલયમાં આ વખતે નાના નાના ભૂલકાઓ પણ અઠ્ઠાઇ, અઠ્ઠમ, તપ, સોળભથ્થુ, અગિયાર ઉપવાસ એનું પણ તપ કરે છે. અમે શાંતિનાથ જીનાલયમા એક આંગી ગ્રુપ ચલાવીને છીએ અને અમે બધી બહેનો અનન્ય સેવાઓ આપી દેરાસરની શોભા વધારીએ છીએ.

Vlcsnap 2018 09 10 11H32M21S15 1

ગાંધીગ્રામ સત્યપૂન દેરાસરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીગ્રામ સત્યપૂન દેરાસરમાં ભગવાનને  ‚ પર હિરા જડીતની આંગી કરી શણગાર કરવામાં આવ્યો હતો. કાન્તાબેન પ્રભુદાસ મહેતા સ્વ. પ્રજ્ઞાબેન રમેશભાઇ મહેતા અને મનસુખભાઇ ભગવાનજીભાઇ મહેતા તરફથી આંગીનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે આજે પ્રતિક્રમણ બાદ ભકિતસંગીત કાર્યકમ પણ ગોઠવવામાં આવ્યો હતો.

મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

મહાવીર જયંતિ નીમીતે રાજકોટમાં જૈન દેરાસરોમાં સોપનની ઉછામણી કરી ને વધાવવામાં આવે છે.

20180910130736 Img 3020 ત્યારબાદ મહાવીર જન્મનું વાચન કરી અને આ પર્વની ઉજવણી થાય છે. ત્યારે આ પર્વ જાગનાથ દેશામ્બર મૂર્તિ પૂજક સંઘ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

20180910130043 Img 3015

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.