મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર: 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના થતા પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણમાં 50 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ 13 મુસાફરોની હાલત ગંભીર છે.મહત્વનું છે કે આ દૂર્ઘટનાને પગલે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.હાલ ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાયપુરથી નાગપુર જઈ રહેલી માલગાડીને પાછળથી આવતી પેસેન્જર ટ્રેને ટક્કર મારી હતી.

મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના માલગાડી ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે અથડાવાને કારણે થઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મધ્યરાત્રિ દરમિયાન બની હતી. ઉલ્લેખનીય છે કે આ બંને ટ્રેન નાગપુર તરફ જઈ રહી હતી.જેમાં ગોંદિયા શહેર પહેલા પેસેન્જર ટ્રેનને લીલીઝંડી મળી ગઈ હતી,તેથી તે આગળની તરફ ગતિ કરી રહી હતી. પરંતુ માલગાડીને લીલીઝંડી ન મળતા તે સ્ટેશને ઉભી હતી.જેને કારણે પેસેન્જર ટ્રેનની માલગાડીને ટક્કર લાગી હતી.જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી.

માલગાડીને યોગ્ય સમયે લીલીઝંડી ન મળતા દૂર્ઘટના ઘટી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના માલગાડી ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે અથડાવાને કારણે થઈ હતી.

છત્તીસગઢના બિલાસપુરથી જોધપુર જઈ રહી હતી પેસેન્જર ટ્રેન

અહેવાલ મુજબ બંને ટ્રેન એક જ ટ્રેક ઉપર આવી ગઈ હતી. ગ્રીન સિગ્નલ મળ્યા પછી બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી હતી. જેવી તે ગોંદિયા પહોંચી તો એ જ પાટા ઉપર માલગાડી ઊભી હતી અને માલગાડીના પાછલા ભાગે તે અથડાઈ હતી. એવું મનાય છે કે ટેકનિશિયન તરફથી સાચો ગ્રીન સિગ્નલ ન મળ્યો તેના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ ઘટનામાં 50 થી વધારે મુસાફરો ઘાયલ થયા છે